Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

મોરબીમાં મુનવર દુકાન ભાડે રાખી વિદેશી દારૂનું વેચાણ કરતો 'તો

તસ્‍વીરમાં પકડાયેલ શખસ અને દારૂનો જથ્‍થો નજરે પડે છે. (તસ્‍વીર : પ્રવિણ વ્‍યાસ, મોરબી)

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૧૦ : મોરબીમાં દારૂબંધીને ડામવા પોલીસ સતત કાર્યશીલ છે. જેને પગલે તાજેતરમાં નવાડેલા રોડ પર કોમ્‍પ્‍લેક્ષમાં દુકાનમાંથી ઈંગ્‍લીશ દારૂના જથ્‍થો સાથે એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી ડીવાયએસપી મુનાફખાન પઠાણના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે, આરોપી  મુનવર અનવરભાઈ મીનીવાડીયા નવાડેલા રોડ પર ક્રાંતી કોમ્‍પલેક્ષમા બીજા માળે દુકાન ભાડે રાખીને ઈંગ્‍લીસ દારૂનો જથ્‍થો ઉતારીને ઈંગ્‍લીશ દારૂની બોટલોનુ વેચાણ કરે છે. જેને પગલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસના સ્‍ટાફે રેઇડ કરી મેજીક મુમેન્‍ટ ગ્રીન વોડકા ની સીલબંધ બોટલો નંગ-૪૪, ઓલ સેસન્‍સ ગોલ્‍ડન કલેકશન રિઝર્વ વ્‍હીસ્‍કી ની શીલબંધ બોટલો નંગ-૨૪ અને રોયલ ચેલેન્‍જ ક્‍લાસીક પ્રીમીયમ વ્‍હીસ્‍કી ની સીલબંધ નંગ-૧૦ મળી કુલ રૂ.૨૫૬૦૦ ના મુદામાલ સાથે ઝડપાયો હતો.

આ કામગીરીમાં પો.સબ.ઈન્‍સ એસ.એમ.રાણા પો.હેડકોન્‍સ એમ.એમ.દેગામડીયા તથા પો.કોન્‍સ ચકુભાઇ કરોતરા તથા હિતેષભાઇ ચાવડા તથા સિધ્‍ધરાજસિંહ જાડેજા તથા સાગરભાઇ લોખીલ તથા અરજણભાઈ ગરીયા તથા તેજાભાઇ ગરચરનાઓ જોડાયા હતા.

(1:44 pm IST)