Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કષ્‍ટભંજનદેવ હનુમાજી મંદિર, સાળંગપુરમાં ફૂલોનાં શણગાર દર્શન તથા અન્‍નકોટ

વાંકાનેર : બોટાદ જિલ્લાના જગ વિખ્‍યાત એવા સાળંગપુરધામમા આવેલ સૌનું આસ્‍થાનું પ્રતીક શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિરે આજે દાદાના દરબારમા બોટાદના એસ, પી, સાહેબશ્રી કરણરાજ વાધેલા તથા બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આજે દાદાના નિજ મંદિરમા અનોખા ફૂલોનાં શણગાર દર્શન  રાખેલ છે તેમજ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આજે દાદાને મીઠાઈના અન્નકોટ દર્શન રાખેલ હતા આજે જયારે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા દાદાના દરબારમા શણગાર દર્શન તથા અન્નકોટ દર્શન રાખેલ ત્‍યારે કોઠારી સ્‍વામી પ.પૂજ્‍યશ્રી વિવેકસાગરદાસજી સ્‍વામીએ કહેલ કે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજદાદા પોલીસ કર્મચારીને સુખાકારી રાખે એવી દાદાના ચરણોમાં પ્રાર્થના કરૂ છું અને  બોટાદના એસ, પી, સાહેબને આશીર્વાદ પાઠવેલ હતા આજે શનિવાર હોય સવારે મંગળા આરતીના દર્શન, શણગાર આરતીના દર્શનનો હજારો ભાવિકોએ લાભ લીધેલ હતો નિજ મંદિરમા ‘‘શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ કી જય''સાળગપુરમાં કોણ છે કષ્ટભંજનદેવ હનુમાનજી છે જેવા નારાથી વાતાવરણ ગુંજી ઉઠેલ હતુ વિશાળ જનમેદની ઉમટેલ હતી તેમજ સવારે ૧૧:૧૫ કલાકે મીઠાઈના અન્નકોટ દર્શન યોજાયેલ હતા આજે મંગળા આરતી પૂજ્‍ય પૂજારી સ્‍વામીશ્રી ડી, કે, સ્‍વામી દ્વારા કરવામાં આવેલ તથા શણગાર આરતી પ, પૂજ્‍ય કોઠારી સ્‍વામીશ્રી વિવેકસાગરદાસજી સ્‍વામી દ્વારા કરવામાં આવેલ હતી તેમજ ઓનલાઇન દ્વારા પણ હજારો લોકોએ દર્શનનો લાભ લઈ ધન્‍યતા અનુભવેલ હતી.

(12:10 pm IST)