Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

વઢવાણ : કલેક્‍ટર કે. સી. સંપતનું સન્‍માન

 વઢવાણ : રાષ્‍ટ્રીય શૈક્ષણિક મહાસંઘ સુરેન્‍દ્રનગરના વિવિધ પ્રાથમિક, માધ્‍યમિક અને સરકારી સંવર્ગોનાં અધ્‍યક્ષ મહામંત્રી સહિતનાઓએ  નવનિયુકત જિલ્લા કલેકટર  કે. સી. સંપતનું  શાલ, પુસ્‍તક અને પુષ્‍પગુચ્‍છથી આવકારવામાં આવ્‍યા હતા. જિલ્લામાં કલેક્‍ટરની નિયુક્‍તિથી જિલ્લાના સર્વે શિક્ષકોએ હર્ષભેર આવકાર આપ્‍યો હતો. જેમાં જિલ્લા શિક્ષણ સમિતિ સભ્‍ય ભરતસિંહ ચાવડા અને રાષ્‍ટ્રીય શૈક્ષણિક મહાસંઘના હોદ્દેદારો અરવિંદભાઈ દેસાઈ,શનીભાઈ પરમાર, રાજભા ચિત્રા,ભગીરથસિંહ રાણા અને  રણછોડભાઈ કટારિયાએ કલેક્‍ટર સ્‍વાગત સન્‍માન કરાયુ ંહતું  તે તસ્‍વીર.

(12:15 pm IST)