Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

એસટીની ટીકીટ કેન્‍સલ કરી રકમ ઓળવી જવાના કૌભાંડમાં બે સામે વાંકાનેરમાં ગુન્‍હો નોંધાયો

ગોધરાના એજન્‍ટ સંજય બરીયા તથા વિપુલ મોહનીયા સામે પોલીસમાં ફરિયાદ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૧ : એસટી વિભાગના અનેક ડેમોમાં ટીકીટ કેન્‍સલ કરી રકમ ઓળવી ગયેલ બે શખ્‍સો સામે ગુન્‍હો નોંધાયો છે.

તાજેતરમાં ગોધરાᅠએસટીના એજન્‍ટોએ વાંકાનેર ડેપોમાં એક સાથે ઘણી બધી ટિકિટ ઓનલાઇન બુક કર્યા બાદ તેને ઓનલાઇન જ કેન્‍સલ કરી ᅠતે રકમ અંગત ફાયદા માટે ઉપયોગ કરીને એસટી વિભાગને નુકશાન કરી છેતરપીંડી કરી હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર એસટી ડેપોમાં ફરજ બજાવતા કવિતાબેન મલયભાઇ ભટ્ટે વાંકાનેર સીટી પોલીસમાં સંજયભાઇ આર. બારીયા જેના યુઝરઆઇડીᅠGSSANJAYRᅠઅને વિપુલભાઇ ભગાભાઇ મોહનીયા જેના યુઝરઆઇડીᅠGS MOHANIYAᅠવિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જેમાં તેમણે જણાવ્‍યું હતું કે,ᅠઆરોપીઓᅠGSRTCᅠગોધરા વિભાગના બુકીંગ એજન્‍ટો છે. જે મુસાફરોની ઓનલાઈન ટ્રીપની ટીકીટો બુકિંગ કરી વાંકાનેર એસટી ડેપોના મહિલા અધિકારીનું યુઝરઆઇડી ગમે ત્‍યાથી મેળવી જાન્‍યુઆરી-૨૦૨૨ થી મે-૨૦૨૨ દરમ્‍યાન આરોપી સંજય બારિયા અને વિપુલ મોહનીય એ ટીકીટો ઓનલાઈન કેન્‍સલ કરી વાંકાનેર કેન્‍દ્રની અંદાજીત ટીકીટ ૨૫૨ જેટલી કેન્‍સલ કરી જેની અંદાજીત રકમ રૂપિયાᅠ૫૬૩૮૧દ્ગક છે. તેમજ અન્‍ય કેન્‍દ્રની અંદાજીત ટીકીટᅠ૩૭૪ᅠજેટલી ટિકિટ તેની રકમ રૂા.૮૮,૦૦૧ᅠછે. એમ કુલ અંદાજીત રકમ રૂ,૧,૪૪,૩૮૨ની રકમનો પોતાના અંગત ફાયદા માટે રીફંડ મેળવી એસટી વિભાગને મળતી રકમ તેમજ સરકારને મળવા પાત્ર થતી મુસાફર ટેક્ષની રકમનું નુકશાન કરી છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે તો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ મુદ્દે વાંકાનેર સીટી પોલીસમાં આઇ.પી.સી. કલમ-૪૦૯,૪૨૦,૩૪ તથા આઈ.ટી. એકટ કલમ ૬૬(સી) તથા ૬૬(ડી)મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(12:23 pm IST)