Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

સુરેન્દ્રનગરના પાટડીમાં અડધો ઇંચ વરસાદ

સુરેન્દ્રનગર-વઢવાણમાં સામાન્ય વરસાદમાં વિજળી ગુલ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૧: પાટડીમાં અસહ્ય બફારા વચ્ચે મોડી સાંજે મેઘાની ધોધમાર પધરામણી થઇ હતી અને અડધો કલાક ખાબકેલા મુશળધાર વરસાદમાં અંદાજે અડધો ઇંચ વરસાદ ખાબકી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
ગાજવીજ સાથે વરસાદ વરસતા પાણી વહેતા થયાસુરેન્દ્રનગરના સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારમાં જિલ્લાના અન્ય તાલુકાઓ કરતા દર વર્ષે સરેરાશ ઓછો વરસાદ પડે છે. ત્યારે પાછલા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે મોડી સાંજે વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યા બાદ વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ ખાબકયો હતો અને સતત અડધા કલાક સુધી વરસેલા અવિરત વરસાદના લીધે ગામ સોસરા પાણી નીકળી ગયા હતા અને પાટડી પથંકમાં વરસાદ ખાબકવાની સાથે વીજળી પણ ડુલ થઇ ગઇ હતી. પાટડીમાં આવતી કાલે વહેલી સવારથી અડધો દિવસ સુધી લાઇટકાપ રહેવાનો હોવાથી લોકો મુંઝવણમાં મુકાયા હતા.
મીઠું ખેંચવાની સીઝન પૂર્ણ થતા અગરિયા અને વેપારીઓએ રાહતનો દમ લીધોપાટડીમાં સીઝનના પહેલા વરસાદ બાદ હવે ખેડૂતો વાવણી કામમાં જોતરાઇ જશે. હજી અઠવાડિયા અગાઉ રણમાંથી મીઠું ખેંચવાની સીઝન પુરી થઇ છે અને બાદમાં વરસાદ ખાબકતા રણમાં મીઠું પકવતા અગરિયાઓ અને મીઠાના વેપારીઓએ રાહતનો દમ લીધો હતો.
સામાન્ય વરસાદમાં સુરેન્દ્રનગર-વઢવાણમાં વિજળી ગુલ થઇ ગઇ હતી.

 

(12:26 pm IST)