Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

વેરાવળ જાલેશ્‍વર વિસ્‍તારમાં અંદરો અંદર મારામારી થતા એકનું મૃત્‍યુ ચારને ઈજા

હોસ્‍પીટલે તેમજ જાલેશ્‍વર વિસ્‍તારમાં પોલીસ બંદોબસ્‍ત ગોઠવાયોઃ ૩૦ર ગુનો દાખલ કરી આરોપીને રાઉન્‍ડ અપ કરાયા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૧: જાલેશ્‍વર વિસ્‍તાર નાની બાબતમાં મોટો ઝગડો થતા મારામારી થયેલ હતી તેમાં પાંચને ઈજા થવાથી સારવારમાં આવેલ જેમાં સારવાર દરમ્‍યાન એક નું મૃત્‍યુ થયેલ હતું જેથી પોલીસે ૩૦રનો ગુનો દાખલ કરી આરોપીને રાઉન્‍ડ અપ કરેલ હતા હોસ્‍પીટલ તેમજ જાલેશ્‍વર વિસ્‍તારમાં જડબે સલાખ બંદોબસ્‍ત રખાયેલ છે.
વેરાવળ પોલીસ સ્‍ટેશન માંથી જાણવા મળતી વિગત મુજબ રાત્રે ૮.૩૦ થી ૯.૩૦ની વચ્‍ચે નાનકડી એવી વાત માંથી ઉગ્ર બોલાચાલી થયેલ હોય તેમાં સામસામી મારામારી થતા લોખંડના પાઈપ ભાલાઓ મારતા ૧)મહેદી સમીર લુચાણી (ર)નુરા હુસેન ઈસબાણી (૩)અમીના કાસમ લુચાણી (૪)કાસમ અબ્‍દુલ ઢોકી(પ) એમના કાસમ ઢોકીને ઈજાઓ થવાથી સારવારમાં લાવેલ ત્‍યાં નુરા હુસેન ઈસબાણીને વધુ ગંભીર ઈજાઓ હોવાથી જુનાગઢ સારવાર માટે મોકલેલ તે તેનું મૃત્‍યુ થતા સીવીલ હોસ્‍પીટલ લાવેલ હતા આ બનાવથી સીવીલ હોસ્‍પીટલ માં જાલેશ્‍વર વિસ્‍તારમાં રહેતા પરીવારોઆવી પહોચેલ હતા અને કારમું આકંદ્ર છવાયેલ હતું.
મૃત્‍યુ પામનાર મહીલા ના પતિ હુસેન ઓસમાણ ઈસબાણી એ જણાવેલ હતું કે અમો કાકા ના ધરે આમંત્રણ દેવા જતા હતા ત્‍યારે ટોળાએ બિભત્‍સ શબ્‍દો બોલવા લાગેલ હતા અને હથીયારોથી અમારા પરીવારને મારવા લાગેલ હતા જેમાં અમોને બધાને ઈજાઓ થયેલ છે હોસ્‍પીટલે સારવારમાં આવેલ છે તેમ જણાવેલ હતું.
 પી.આઈ સુનીલ ઈસરાણી એ જણાવેલ હતું કે મારામારી થયેલ છે તેમાં પાંચ ઈજા ગ્રસ્‍તો હોસ્‍પીટલમાં સારવારમાં આવેલ છે તેમાં એકનું મૃત્‍યુ થયેલ છે જેથી ૩૦ર નો ગુનો દાખલ કરી બનાવમાં સંડોવાયેલ શખ્‍સોને રાઉન્‍ડ અપ કરાયેલ છે તેમાંથી હકીકત જાણી આરોપીઓ હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે ગંભીરતા સમજીને હોસ્‍પીટલે તેમજ જાલેશ્‍વર વિસ્‍તારમાં જડબેસલાખ પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવેલ છે બનાવ અંદરો અંદર ના હોય નાની એવી બાબત માં મારામારી થયેલ હોય તેમજ સામસામા પરીવારજનો હોય તેવું પ્રાથમીક તપાસમાં જાણવા મળેલ છે પણ સમગ્ર વિગત પોલીસ મેળવવાનો પ્રયત્‍ન કરી રહેલ છે. બનાવની જાણ થતાજ મીનીટોમાં પોલીસ પહોચી ગયેલ હતી અને સમગ્ર વિસ્‍તારમાં શાંતિ જળવાય તે માટે અપીલ પણ કરાઈ હતી.

 

(1:12 pm IST)