Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

ધી જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લી.ની વેરાવળ શાખાનાં નવનિર્મિત બિલ્‍ડીંગનું સાંસદ રાજેશભાઇ ચુડાસમાના હસ્‍તે ઉદ્ધાટન

ધી જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લી ., જૂનાગઢ , પોરબંદર અને ગીર - સોમનાથ ત્રણ જીલ્લાના કાર્યક્ષેત્રમાં ૪૫ - શાખાઓ ધરાવે છે : ચેરમેન કિરીટ પટેલ
 (વિનુજોષી દ્વારા) જુનાગઢ,તા.૧૧ : ધી જુનાગઢ જીલ્લા સહકાર બેન્‍ક લી.ની બેંકની વેરાવળ શાખાનાં નવા મકાનનું ઉદ્ધાટન સાંસદ , જૂનાગઢ રાજેશભાઇ ચુડાસમા ના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યું . આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે પુર્વ મંત્રી અને ધી ગુજરાત સ્‍ટેટ કો - ઓપ . બેંક લી . અમદાવાદના ડીરેકટર  જશાભાઇ બારડ, પુર્વ ધારાસભ્‍ય અને ગુજકોમાસોલ ના વાઇસ ચેરમેન ગોવિંદભાઇ પરમાર , ગુજરાત  પ્રદેશ ભાજપા મંત્રી અને બેંકના સીનીયર ડીરેકટર  ઝવેરીભાઇ ઠકરારની ઉપસ્‍થિતીમાં બેંકની વેરાવળ શાખાનું અધતન સુવિધા થી સભર અને આધુનીક ફર્નીચર અને કોર્પોરેટ ક્ષેત્રની ઓફિસ થી પણ અધતન ગ્રાહકો માટે આધુનીક લોકર સુવિધા સ્‍ટ્રોગ રૂમ સાથેની સુવિધાવાળી વેરાવળ શાખા લોકો અને ખેડૂતોની સુવિધા માટે લોર્કાપણ કરવામાં આવેલ છે

વેરાવળ શાખાના મકાનનું ખાતમુર્હત , ભુમિપૂજન તા .૧૨ / ૧૨ / ૨૦૨૧ ના રોજ કરવામાં આવેલ . ૧૮૦ દિવસમાં ફર્નીચર સાથે મકાન તૈયાર કરી ટુંકાગાળામાં આજ રોજ ઉદધાટન કરેલ છે . આ પ્રસંગે બેંકના ચેરમેન માન .  કિરીટભાઇ પટેલ એ જણાવેલ બેંકની તમામ શાખાઓ અઘતન અને આધુનીક સુવિધાવાળી બનાવી શ્રેષ્ઠ ગ્રાહક સેવા આપવાનો અમારો સંકલ્‍પ છે . બેંક દિન -પ્રતિદિન પ્રગતી ની દિશામાં આગેકુચ કરી રહી છે . બેંકની થાપણ રૂ&.૧૦૦૦ / - કરોડ થી પણ ઉપર થવા પામેલ છે . ખેડૂતોને વિવિધ ખેતિ વિષયક ધિરાણો સમયસર અને સરળતાથી મળી રહે તેમજ ખેતિ આનુસંગીક નાણાંકીય જરૂરીયાતો માટે બેંક દ્વારા રૂા.૨  લાખ સુધીની કળષિ તત્‍કાલ લોન યોજના અમલમાં મુકેલ છે . જેનો ખેડૂત સભાસદોએ લાભ લેવા જણાવેલ છે . આ ઉદધાટન પ્રસંગે બેંકના વાઇસ ચેરમેન  મનુભાઇ ખુંટી , ડીરેકટર  દિલીપસિંહ ઝાલા, શૈલેન્‍દ્રસિંહ રાઠોડ ,  ડો . કેશુભાઇ આંબલીયા , બેંકના પુર્વ ચેરમેન અને પુર્વ ધારાસભ્‍ય કાળાભાઇ ઝાલા, નગર પાલિકાના પ્રમુખ    પિયુષભાઇ ફોફંડી , જીલ્લા પંચાયત ગીર - સોમનાથના પ્રમુખ  રામીબેન વાજા , ગીર સોમનાથ જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઇ પટાટ તેમજ વેરાવળ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન    નારણભાઇ બારડ તથા બેંકના મેનેજર - સી.ઇ.ઓ .  કિશોરભાઇ ભટ્ટ તથા બેંકના અધિકારીગણ તથા સહકારી અગ્રણ્‍ય અને મંડળીના  પ્રમુખો - મંત્રીઓ ઉપસ્‍થિત રહેલ હતા .

 

(1:20 pm IST)