Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

વેરાવળ શહેર કોંગ્રેસ પ્રમુખે ઓચિતું રાજીનામું આપી દેતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ શહેર કોગ્રેસ છેલ્લા ઘણા સમયથી આંતરીક મતભેદો હોય કોઈપણ નગર સેવકો સંગઠનમાં ચાલતા ન હોય જેથી વિરોધપક્ષ તરીકે સબળ કામગીરી થતી ન હોય જેની નારાજગીને લઈને ઓચિતું રાજીનામું આપી દેતા ખળભળાટ વ્‍યાપેલ છે.
વેરાવળ સોમનાથની નગરપાલિકાની ચુંટણી વખતે પુર્વ ભાજપ નગરસેવક કોગ્રેસ જોડાયેલ અને તેમને ત્‍યારબાદ કોગ્રેસ પ્રમુખ તરીકેનિમેલા દેવેન્‍દ્રભાઈ મોતીવારસે અચાનક સવારે જાહેરાત કરેલ હતી કેમારા અંગત કારણોસર રાજીખુશી થી પ્રમુખ તરીકે તેમજ તમામ હોદાઉપર થી રાજીનામું આપું છું તેવી જાહેરાત કરેલ હતી આધારભુત રીતેજાણવા મળતી માહીતી મુજબ છેલ્લા ઘણા સમયથી ચુંટણી બાદ આંતરીક મતભેદો હોય નગરસેવકો સંગઠનમાં ચાલતા ન હોય વિરોધપક્ષ તરીકે પ્રબળ કામગીરી થતી ન હોય તેની પણ નારાજગી હતી.  તેમજ નગરસેવકોને પણ સંગઠન ની કામીગીરી થી અળગા રાખવાનો પ્રયત્‍ન થયેલ હોય તેવા પણ આક્ષેપો જાહેરમાં થતા હોય આવી અનેક કારણોસર રાજીનામું આપેલ હોય તેમ જાણવા મળેલ છે આ
પહેલા પણ કોગ્રેસ ના મજબુત ગણાતા યુવાનોએ પણ હોદાઓ ઉપર થી રાજીનામા આપેલ છે.(

 

(1:22 pm IST)