Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

સોરઠમાં ભીમ અગિયારસનો જુગાર રમતા ૪૦ શખ્‍સો ઝબ્‍બે

રોકડ સહિત રૂા. ૮૬,૫૬૦નો મુદ્દામાલ કબ્‍જે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૧ : સોરઠમાં ભીમ અગિયારસનો જુગાર રમતા ૪૦ શખ્‍સોને પોલીસે રૂા. ૮૬,૫૬૦ મુદ્દામાલ સાથે પકડી પાડતા જુગારી આલમમાં હલચલ મચી થઇ હતી.
જૂનાગઢ બી ડીવીઝન પોલીસે રેલ્‍વે સ્‍ટેશન સામે જુગાર રમતા પાંચ જણાને રૂા. ૧૫૪૦ સામે પકડી પાડયા હતા.
તેમજ વિસાવદર પોલીસે કાલાવડ ગામમાંથી પાંચ જુગારી રૂા. ૧૧,૦૮૦ સાથે તથા લાલપુર ગામેથી ૭ શખ્‍સોને રૂા. ૨૧,૪૬૦ સાથે તેમજ બદલ ગામમાંથી ૪ જુગારીને રૂા. ૧૭,૭૫૦ સાથે અને જેતલપર ગામેથી ૬ શકુનીને રૂા. ૧૪,૮૪૦ સાથે જુગાર રમતા ઝડપી લઇ તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
કેશોદ પોલીસ અજાણ ગામે દરોડો પાડીને ૬ ઇસમોને રૂા. ૧૦,૬૫૦ સાથે તેમજ માણાવદરનાં પોલીસ કાફલાએ ભીંડોરા ગામમાંથી ૪ જણાને રૂા. ૧૮૨૦ની રોકડ સાથે અને ચોરવાડ પોલીસે ગામમાં રેડ પાડીને ૩ જુગારીની રૂા. ૭૪૨૦ ની રોકડ સાથે જુગાર રમવા સબબ ધરપકડ કરી હતી.

 

(1:24 pm IST)