Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

ખંભાળીયાના બજાણામાં જુગાર રમતા ૪ શખ્‍સો ૧.૪૦ લાખના મુદામાલ સાથે ઝડપાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૧૧: પોલિસ અધિક્ષક નિતેશ પાંડેય તથા ના.પો.અધિ.સાહેબ હિરેન્‍દ્ર ચૌધરીની સુચનાથી ખંભાળિયાના બજાણા ગામ પાલખીાયરી ધારની બાજુમાં નાથાભાઇ ડગરાની વાડીના શેઠે જાહેર જગ્‍યામાં રેઇડ દરમ્‍યાન જુગાર રમતા કુલ-૦૪ આરોપીઓને ગંજીપતાના પાના કુલ નંગ-૫૨ તથા કુલ રોકડા રૂપિયા ૨૫,૪૦૦/ તથા મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂા.૧૫૦૦૦/ તથા મો.સા નંગ-૨ કિ.રૂા.૧,૦૦,૦૦૦/ મળી કુલ કિ.રૂા.૧,૪૦,૪૦૦/ના મુદામાલ સાથે પકડી પાડી તેઓ વિરૂધ્‍ધ ધોરણસર થવા પો.હેડ કોન્‍સ.પ્રદિપસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપેલ છે.

પોલીસે નાથાભાઇ ભીમાભાઇ ડગરા ઉ.વ.૪૦ ધંધો.ડ્રાઇવીંગ રહે.બજાણા ગામ બાલ મંદિર પાસે, વલ્લભભાઇ નારણભાઇ વાવણોટીયા ઉ.વ.૨૬, ધંધો.ખેતી રહે.બજાણા ગામ વાડી વિસ્‍તાર, જેતીશભાઇ દાનાભાઇ કરમુર ઉ.વ.૪૦ ધંધો કોલવા ગામ વાડી વિસ્‍તાર લખુભાઇ વાલાભાઇ મેઘવાર ઉ.વ.૫૦ ધંધો. મજરી રહે.ગોવીંદ તળાવ ધરાનગર (ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા) સામે કાર્યવાહી કરી છે.

આ કામગીરી  ઇ.ચા. પોલીસ ઇન્‍સ્‍પેકટર કે.એન.ઠાકરીયા, પો.હેડ.કોન્‍સ. હેમતભાઇ નથુભાઇ નંદાણીયા, પો.હેડ.કોન્‍સ. ખીમાભાઇ કેશુભાઇ કરમુર,  પો.હેડ.કોન્‍સ. -દિપસિંહ શિવાયસિંહ જાડેજા, પો.હેડ.કોન્‍સ. જેઠાભાઇ સોમાભાઇ પરમાર, પો.હેડ.કોન્‍સ. દિવ્‍યરાજસિંહ પળથ્‍વીરાજસિંહ જાડેજા, પો.હેડ.કોન્‍સ. વિરેન્‍દ્રસિંહ નટુભા જાડેજા, પો.કોન્‍સ. યોગરાજસિહ દિલીપસિંહ ઝાલા પો.કોન્‍સ. કાનાભાઇ રાણાભાઇ લુણાએ કરી છે.

(1:27 pm IST)