Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

ખંભાળીયાના બેરાજામાં ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા સફળ ડિલીવરી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૧૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૧૦૮ રાણ ટીમ દ્વારા ખુબજ સરસ કામગીરી કરવામાં આવી છે તા.૧૧/૬/૨૨ની રાત્રે ૨:૨૪ વાગ્‍યે બેરાજા ગામમાં એક મહિલાને પ્રસવ પીડા ઉપડતા ૧૦૮ ઇમર્જન્‍સીમાં મદદ માટે કોલ કરેલ હતો નજીકની ૧૦૮ રાણ લીંબડીને આ કેસ માટે મોકલવામાં આવી હતી EMT રાકેશ બાંભણિયા અને પાયલોટ પ્રકાશ ચોપડા આ કેસ માટે નીકળ્‍યા અને સીન પર પહોંચીને તપાસ કરતા આઠ મહિનાની પ્રેગન્‍સી અને પ્રથમ ડિલિવરી આ પરિસ્‍થિતિ થોડી ગંભીર હતી પરંતુ ડિલિવરી કરાવવી પડે તેમ હોવાથી EMT રાકેશ બાંભણીયાએ સ્‍થળ પર જ ડિલિવરી કરાવી માતાને પ્રાથમિક સારવાર આપી અને બાળકને ઓક્‍સિજન સાથે ક્રિશા મેટરર્નીંટી હોસ્‍પિટલમાં શકુશળ પહોંચાડી દેવામાં આવ્‍યા છે.

(1:27 pm IST)