Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

પડધરીનાં ખોડાપીપરમાં લલિતભાઇ કગથરાએ અદ્યતન એમ્‍બ્‍યુલન્‍સ અર્પણ કરી

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી,તા. ૧૧ : પડધરી તાલુકાના ખોડાપીપર ગામે ટંકારા પડધરીના ધારાસભ્‍યશ્રી લલિતભાઇ કગથરા દ્વારા પોતાની ગ્રાન્‍ટમાંથી ખોડાપિપર પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં અદ્યતન એમ્‍બ્‍યુલન્‍સ આપવામાં આવી હતી.

લલિતભાઇએ કોરોના જેવી મહામારી કે અન્‍ય આપદા આવે તો લોકોને મુશ્‍કેલી પડે નહિ એટલા માટે એમ્‍બ્‍યુલન્‍સ આપવાનો નિર્ણય કર્યો હતો. આ એમ્‍બ્‍યુલન્‍સ લોકાર્પણ પ્રસંગે આરોગ્‍ય વિભાગ અને સર્વ ગ્રામજનોએશ્રી લલીતભાઇ કગથરા, તથા ડોકટર ડાયાભાઇ પીપળીયા, અર્જુનભાઇ ધનુભાઇ જાડેજા, ભરત તળપદા, હેમુભા બાપુ, ગીરૂભા જાડેજા,વસંતભાઇ ગઢીયા, જેરાજભાઇ વૈષ્‍ણવ, ઇલાબેન કગથરા, નયન અધારા, કે.ડી.પડસુંબિયા, હિરેનભાઇ તથા સહકારી આગેવાનો અને ટંકારા/ પડધરી તાલુકાના વરીષ્‍ઠ આગેવાનો અને ગ્રામ્‍ય જનો ખૂબ મોટી સંખયામાં ઉપસ્‍થિત રહયા હતા. અશ્વિનભાઇ ગઢીયા દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્‍યુ હતું.

(1:28 pm IST)