Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

ખંભાળીયામાંથી જીરૂની ચોરી કરનાર ર શખ્‍સો ર.૭૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧૧ : પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તથા  ના પો.અધિ. હીરેન્‍દ્ર ચૌધરીની સુચનાથી સંજયનગર બંસી મીલમાં રહેતા (૧) અખ્‍તર સેતા તથા (ર) હનીફ કાસમ સેતા હોવાની ચોકકસ હકિકત મળેલ જેથી તેના બંસી મીલ ખાતેના રહેણાંક મકાને પંચો સાથે તપાસ કરતા બન્‍ને આરોપીઓ હાજર મળી આવેલ અને ઉપરોકત ગુન્‍હાના કામે ચોરી કરેલ મુદામાલ છકડો રીક્ષામાં રાખેલ હોય જે રીક્ષામાંથી જીરૂના કુલ ૧૭ ગુણીમાં આશરે પ૪ કિલો હોય કુલ-૪પ મણ અને ૧૮ કિલો જીરૂ જેની ૧ મણની હાલની બજાર કિ. રૂા.૩૬૦૦ લેખે કુલ જીરૂ ૪પ, મણ અને ૧૮ કિલો મળી કુલ કિંમત રૂા.૧૬પ.ર૪૦ ના જીરૂ તથા આ જીરાની જીરાની ફેરાફેરી કરવામાં ઉપયોગમાં લીધેલ છટકો રીક્ષા જેના રજી. નં.જી.જે.૧૦ વાય પપ૧૬ જેની કિ. રૂા.૧,૦૦,૦૦૦ ગણી તથા મોબાઇલ ફોન નંગ ર કિ. રૂા.પ,પ૦૦ મળી કુલ કિ. રૂા.ર,૭૦,૭૪૦ ના મુદામાલ સાથે પકડી પડેલ છે અને આગળની વધુ તપાસ પો.સબ.ઇન્‍સ એમ.જે. સાગઠીયા દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

આ કામગીરી ઇ.ચા.પોલીસ ઇન્‍સ્‍પેકટર કે.એન. ઠાકરીયા પો.હેડ. કોન્‍સ હેમતભાઇ નથુભાઇ નંદાણીયા, પો.હેડ. કોન્‍સ. ખીમાભાઇ કેશુરભાઇ કરમુર, પો. હેડ. કોન્‍સ. દિવ્‍યરાજસિંહ પૃથ્‍વીરાજસિંહ જાડેજા, પો. હેડ. કોન્‍સ પ્રદિપસિંહ શિવાયસિંહ જાડેજા, પો.હેડ. કોન્‍સ. જેઠાભાઇ સોમાભાઇ પરમાર, પો. હેડ. કોન્‍સ. વિરેન્‍દ્રસિંહ નટુભા જાડેજા, પો.કોન્‍સ. યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા, પો.કોન્‍સ. કાનાભાઇ રાણાભાઇ લુણાએ કરી હતી.

(1:28 pm IST)