Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

અમરેલીનાં વંડા ગામે જૂગાર રમતા ૧૭ શખ્‍સો ઝડપાયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૧ :.. વંડા ટાઉનમાં પડતર વાડાની બાજુમાં જાહેરમાં હીતેષભાઇ ભીખાભાઇ દૂધરેજીયા રહે. વંડા વાળાના ઘરની બાજુમાં, લેમ્‍પના અજવાળે જાહેરમાં અમુક ઇસમો પૈસા પાના વડે હાર-જીતનો જૂગાર રમે છે. તેવી ચોકકસ બાતમી આધારે વંડા પોલીસ ટીમ બાતમી વાળી જગ્‍યાએ રેઇડ કરતાં જાહેરમાં જૂગાર રમતા કુલ સત્તર ઇસમોને રોકડ રકમ રૂા. ૪૯,૬૮૦ સાથે ઝડપી લઇ, પકડાયેલ તમામ ઇસમો સામે જૂગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે.

જગદીશભાઇ ગોરધનભાઇ ગલસાણીયા રહે. અયાવેજ તા.જેસર જી. ભાવનગર, સંજયભાઇ કેશુભાઇ આકોલીયા, નરેશભાઇ ભીખાભાઇ દૂધરેજીયા, પ્રવિણભાઇ નાગજીભાઇ પનારા, લાલજીભાઇ અશોકભાઇ ડાભી, મનીષભાઇ પરસોતમભાઇ ગલસાણીયા, જી. અમરેલી, ધર્મેન્‍દ્રભાઇ કેશુભાઇ દૂધરેજીયા, ભદ્રેશભાઇ ઉર્ફે ભાવેશ ભનુભાઇ ચનુરા, મનોજભાઇ ગોપાલભાઇ ડાભી, જગદીશભાઇ ભુપતભાઇ મકવાણ, સોમાભાઇ મધુભાઇ મકવાણા, રાજૂભાઇ નરશીભાઇ પરમાર, રમેશભાઇ ઘુસાભાઇ વાળા, મયુરભાઇ કેશુભાઇ દૂધરેજીયા, અંકીતભાઇ ભનુભાઇ મકવાણા, હીતેશભાઇ ભીખાભાઇ દૂધરેીયા, રાહુલભાઇ કેશુભાઇ આકોલીયા રહે. તમામ વંડા તા. સા. કુંડલા જી. અમરેલીની સામે કાર્યવાહી કરી હતી.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક કે. જે. ચૌધરીનાઓના માર્ગદર્શન હેઠળ વંડા પોલીસ સ્‍ટેશનના પોલીસ સબ ઇન્‍સ. પી. વી. પલાસ તથા વંડા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે

(1:31 pm IST)