Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

સાવરકુંડલાના કરજાળા ગામે જુગાર રમતા ૭ શખ્‍સો રોકડ સાથે ઝડપાયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૧૧: અશોકકુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર શ્રી હિમકરસિંંહ પોલીસ અધિક્ષક અમરેલી તથા કે.જે.ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ, સાવરકુંડલા તથા શ્રી કે.સી.રાઠવા સર્કલ પોલીસ ઇન્‍સ્‍પેકટર ધારી સર્કલ નાઓએ રેન્‍જ / ડિસ્‍ટ્રીકટ / ડીવીઝન / સર્કલમાં ડ્રાઇવ દરમ્‍યાન પ્રોહીબીશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના આપી હતી.

જેથી કરજાળા ગામે પ્‍લોટ વિસ્‍તારમાં રફીકભાઇ સમાના ઘરની બાજુમાં અરમાનભાઇ ઇર્દીશભાઇ સમા ઉ.વ.૨૧ ધંધો દરજી કામ રહે. કરજાળા તા.સા. કુંડલા જી.અમરેલી, રહીમભાઇ રઝાકભાઇ સમા ઉ.વ.૪૦ ધંધો ડ્રાઇવીંગ રહે. કરજાળાતા સા. કુંડલા  જી.અમરેલી, રામજીભાઇ મંગાભાઇ મકવાણા ઉ.વ.૪૦ ધંધો વેપાર રહે. કરજાળા તા. સા. કુંડલા જી. અમરેલી,  ઇરફાનભાઇ બચુભાઇ ચૌહાણ ઉ.વ.૩૩ ધંધો પ્રા.નોકરી રહે. ફાચરીયા, તા. ગારીયાધાર, જી. ભાવનગર, ઇકબાલભાઇ યુનુસભાઇ ચૌહાણ ઉ.વ.રર ધંધો દરજીકામ રહે. કાચરીયા તા.ગારીયાધાર, જી.ભાવનગર, સોહીલભાઇ કાળુભાઇ  પઠાણ ઉ.વ.ર૪ ધંધો લુવારીકામ રહે. મોટા ભમોદ્રા તા.સા.કુંડલા  જી.અમરેલી, અલારખભાઇ હુસેનભાઇ શેખ ઉ.વ.૩૮ ધંધો હીરાઘસુ રહે. જીરા તા.સા.કુંડલા જી.અમરેલી જુગાર રમતા રૂા. ૩૨,૫૦૦નો મુદામાલ સાથે ઝડપાયા છે.

આ કામગીરી એન.એ.વાઘેલા પો.સબ ઇન્‍સ.ની રાહબરી હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશનની પોલીસ  ટીમના એએસઆઇ મનસુખભાઇ કે.સોલંકી તથા પીસી જયપાલસિંહ લખુભા, મનુભાઇ રામભાઇ માંગાણી, સાદીકભાઇ વસંતભાઇ નાડ, પ્રભાતસિંહ માનસિંહ ગોહીલ, પ્રકાશભાઇ શામજીભાઇ ઘેલાણી વિગેરે પોલીસ સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

(1:31 pm IST)