Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

ચલાલાના પરબડીની સીમમાં જુગાર રમતા ૬ ઝડપાયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૧ : અમરેલી પોલીસ અધિક્ષક હિંમકરસિંહઓએ  અમરેલી જીલ્લામાંથી દારૂ તથા જુગારની બદીને સદંતર નેસ્‍તનાનાબુદ કરવા તેમજ આવા દારૂની તથા જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના આપેલ હોય, અને કે.જે.ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ સાવરકુંડલાનાઓએ આ બાબતે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી અને દારૂ તથા જુગારની પ્રવૃતિ આચરતા ઇસમોને પકડવા સતત પ્રયત્‍નશીલ છે.

જે અન્‍વયે ચલાલા પોલીસ સ્‍ટેશન ટીમને પેટ્રોલીંગ દરમિયાન ચલાલા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આવેલ પરબડી ગામની સીમમાં અશ્વીનભાઇ લાલજીભાઇ નસીતની વાડી-ખેતરે જવાના કાચા રસ્‍તે જાહેરમાં ચાર્જીગ બેટરીના અજવાળે અમુક ઇસમો પૈસા પાના વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે. જે બાતમી હકીકત આધારે ચલાલા પોલીસ સ્‍ટેશનના પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર ડી.બી.ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ ચલાલા પોલીસ ટીમ જેમાં હેડ કોન્‍સ ભગીરથભાઇ આર.ધાધલ તથા હેડ કોન્‍સ ઇકબાલભાઇ જી.કાળીયા તથા પો.કોન્‍સ સવજીભાઇ કે.સાંખટ વિગેરે ચલાલા પો.સ્‍ટેની ટીમે બાતમી વાળી જગ્‍યાએ જઇ રેઇડ કરી અને છ ઇસમોને જાહેરમાં પાના તથા પૈસાથી તીનપતિ નામનો હાર જીતનો જુગાર કરતા પકડી પાડેલ અને તેઓ પાસેથી પાના તથા રોકડા રૂપિયા મળી એમ કુલ રૂા.૧૩૩૯૦ ના મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસે રાજુભાઇ બાધાભાઇ ત્રાડ ઉ.૩૭ રહે પરબડી તા.ધારી, ટપુભાઇ દડુભાઇ ઉ.૩પ રહે. પરબડી તા.ધારી

કમલેશભાઇ વશરામભાઇ ઠુમ્‍મર ઉ.૪ર રહે. પરબડી ધારી, રામકુભાઇ ધીરૂભાઇ વાળા ઉ.ર૬ રહે .પરબડી તા.ધારી, મહેશભાઇ જયંતીભાઇ માઢક ઉ.ર૬ રહે. પરબડી તા.ધારી અશ્વીનભાઇ લાલજીભાઇ નસીત ઉ.ર૯ રહે. પરબડી તા.ધારીની સામે કાર્યવાહી કરી છે.

(1:34 pm IST)