Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

જૂનાગઢ જિલ્લાના ૧૨૬ વિદ્યાર્થીઓ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં ઉત્તીર્ણ

મેરિટમાં સ્થાન પામેલ વિદ્યાર્થીઓને ધોરણ ૯ થી ૧૨ સુધી પ્રતિવર્ષ રૂ.૧૨૦૦૦ની સ્કોલરશીપ મળશે

વિનુ જોશી દ્વારા) : જૂનાગઢ તા.૧૧     નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં જૂનાગઢ જિલ્લાના ૧૨૬ જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.

     જૂનાગઢ જિલ્લાનો આ સ્કોલરશીપ માટે કોટા ૧૨૬ વિદ્યાર્થીઓનો છે. જે સંપૂર્ણ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે
     ઉલ્લેખનીય છે કે,આ પરીક્ષામાં મેરીટમાં સ્થાન પામેલ વિદ્યાર્થીઓ અને પ્રતિવર્ષ રૂ. ૧૨૦૦૦ લેખે આગામી ધોરણ ૯ થી ૧૨ સુધી ચાર વર્ષ માટે પ્રતિ વિદ્યાર્થીને કુલ ૪૮૦૦૦ની સ્કોલરશીપ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ચૂકવવામાં આવશે.
    આમ, જૂનાગઢ જિલ્લાના ૧૨૬ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પેટે કુલ ૬૦.૪૮ લાખ આપવામાં આવશે.
      હાલમાં જિલ્લામાં ધોરણ ૧૦,૧૧ તથા ૧૨માં અભ્યાસ કરતા અને NMMS મેરિટમાં સ્થાન પામેલ ૩૩૪ વિદ્યાર્થીઓને પ્રતિવર્ષ રૂ.૧૨૦૦૦ લેખે આ સ્કોલરશીપનો લાભ મળી રહ્યો છે.
     આ પરીક્ષામાં જિલ્લાના સૌથી વધુ માળીયા હાટીના તાલુકાના ૩૫ જેટલા વિદ્યાર્થીઓ મેરિટમાં સ્થાન પામ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા.૧૭-૪-૨૦૨૨ના રોજ આ પરીક્ષા લેવામાં આવી હતી.
     NMMS પરીક્ષામાં મેરિટમાં સ્થાન પામેલ વિદ્યાર્થીઓને અને તેમના માર્ગદર્શક શિક્ષકોને જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ પરિવાર વતી જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી આર. એસ. ઉપાધ્યાયએ આ ગૌરવપ્રદ બાબતે અભિનંદન પાઠવ્યા છે.

(2:14 pm IST)