Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

અવૈજ્ઞાનિક વર્ષા પરિસંવાદો- વરતારા બધુ અર્થહીન, હવામાન શાષાની દિશા સાચીઃ જાથા

વરસાદ અંગે ગપગોળા સમાન વરતારાની હોળી કરી જનજાગૃતિનો પ્રયાસ કરાશે

રાજકોટ,તા.૧૧:જૂનાગઢમાં વષા વિજ્ઞાન મંડળે દ્વારા વરસાદ પરિસંવાદનું આયોજન કળષિ યુનિવર્સિટીના મધ્‍યસ્‍થ હોલમાં યોજવામાં આવ્‍યું હતું. જેમાં ૪૬ જેટલા આગાહીકારોએ હાજરી આપી હતી.  ત્‍યારે  વરસાદ વિગેરેની જાહેરાતના આધાર-પુરાવા જાહેર કરવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ મંડળને પડકાર ફેંકયો છે.

આગાહીકારોની તમામ આગાહીઓની કસોટી માટે તૈયાર કરેલ સંપુટ જાથાને મોકલી વિશ્વસનીયતા સાબિત કરવા આહવાન કરવામા આવ્‍યું છે. પસંદગી જિલ્લાઓમાં આગાહીઓની હોળી કરવાનો કાયક્રમ જાથા અમલમા મુકાશે.

વર્ષા પરિસંવાદમાં વરતારાના અવલોકનમાં વાવણીલાયક વરસાદ જૂનના ત્રીજા અઠવાડીયામ& થાય તેવું અનુમાન, જૂલાઈ અને ઓગસ્‍ટના મધ્‍યમ અતિવળષ્ટિ થવાની શકયતા, વર્ષ ૧૨ આની રહેવાની સંભાવનાઓ આગાહીકારીઓએ ૨જૂ કરી છે. આગાહીકારોને પોતાના ઘરે અનુભવ પછી અધિવેશનમાં રજૂ કરવામાં આવી છે. તેમાં પ્રથમ જ શંકા ઉપજે કે વિજ્ઞાનની કસોટીને એરણે ચડાવી શકાય છે કે નહિ. અવૈજ્ઞાનિક તારણો લોકોના માથા ઉપર ઠોકી બેસાડયા. કયાં કયાં વેજ્ઞાનિક સાધનોનો ઉપયોગ, દેનિક અવલોકનનો વ્‍યાપનો વિસ્‍તાર કેટલો ? વરતારાનો વ્‍યાપ સૌરાષ્‍ટ્ર-કચ્‍છ, ઉ. દક્ષિણ ગુજરાત, મધ્‍ય ગુજરાત જાહેર કરવો જોઈએ. તેમ જાથાએ સવાલો ઉઠાવતા જણાવ્‍યું છે.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે વર્તમાન વિશ્વ ૨૧મી સદીના વિજ્ઞાન અને ટેક્રોલોજી યુગમાં અસાધારણ પ્રગતિ, શોધ, માનવ સુખાકારી માટે સાહસ કરી રહ્યું છે. ચંદ્ર-મંગળ ઉપર વસવાટ માટે પરાકાષ્ઠાએ પહોંચવા તરફ છે. અવકાશમાં હરણફાળ વિજય ઉપરાત અભેધ અને કહેવાતા ચમત્‍કારોને પણ વિજ્ઞાનની મદદથી જાણી શકયા છીએ. ઋતુચક્રનો ધરખમ ફેરફાર છતા વર્ષો પહેલાના આદિ પ્રકારના જ્ઞાનને હજુ આપણે વળગી રહ્યા છીઅ.ે તે કમનસીબી છે એટલું જ નહિં પરંતુ તે માનવીય મનની છિન્ન મનોવળત્તિ અને વ્‍હેમ, અંધશ્રદ્ધાને વળગી રહેવાની જડવળત્તિ પ્રાચીન વર્ષા પરિસંવાદ ઉપરથી પુરૂં પાડે છે. આપણી પાસે ઉપગ્રહોથી મળતી માહિતી હોય તેના દ્વારા ચકાસાતી માહિતી હોય ત્‍યારે ૪૬ આગાહીકારોની અવલોકનની અંતઃસ્‍ફુરણાને કે મનમાં ઉગેલા તુક્કાને ઉપગ્રહને મળતી સાથે સરખામણી કરી શકાય નહિ.

વિજ્ઞાન જાથા જણાવે છે કે હવામાન શાષાોનું મૂળ લોક અને વિજ્ઞાનીઓએ કરેલા અનુભવ અને નિરીક્ષ્ણમાંથી રહેલું છે. જે કેટલાક વર્ષોથી નિષ્‍પન્‍ન બાદ સચોટ પુરવાર થયું છે. હવામાનશાષાનતી આગાહી ખોટી પડે તેના કારણો પણ વૈજ્ઞાનિક રીતે આપે છે અને લોકો દ્રશ્‍ય-શ્રાવ્‍ય સાધનો દ્વારા જોઈ શકે છે અને અનુભવી શકે છે.

વિજ્ઞાન જાથાનો આશય આ અનુભવીઓ અને વરતારાઓ કરનારાઓને ઉતારી પાડવાનો નથી. પરંતુ લોકોને સાચી માહિતી આપી જાગૃત કરવાનો છે. વિજ્ઞાન એમ પણ કહે છે કે આપણા પરંપરાગત દેશી જ્ઞાનમાથી જે કોઈ વર્તમાન પરીપ્રેક્ષ્યમાં સુસંગત હોય, સાચું હોય તેની વૈજ્ઞાનિક પદ્ધતિએ ચકાસણી કરી તેનો સ્‍વીકાર કરવો. જયારે વરતારા કરનારાઓ કળદરત સર્વોપરી છે તેવું કથન કરી લોકોને ભરમાવે છે. વિજ્ઞાન કેન્‍દ્રોના અભિપ્રય સ્‍પષ્ટ, ચોક્કસ, તારણો વિશ્વસનીયતાના પાયા ઉપર હોય છે. પ્રાચીન કાળનું ઠુંઠું લઈને પરિસંવાદ યોજવા તે સમય, શકિત, આર્થિક માનસિકતાને નુકશાન પહોંચાડવા સિવાય કશું જ નથી.

વિજ્ઞાન જાથાનું મુખ્‍ય કાર્ય લોકોને સાચી સમજ આપવી. વ્‍હેમ, અંધશ્રધ્‍ધા અને તેના પરિણામે ઉપસતા શારીરિક, માનસિક, આર્થિક નુકશાનીમાંથી લોકોને બચાવવા માટે માર્ગદર્શન આપવું અને આ વિશ્વમાં બનતી ઘટનાઓને વાસ્‍તવિક રીતે પુરાવાના આધારે તપાસવાનું દ્રષ્‍ટિબિંદુ કહેવું. તેમાં ગપ્‍પાબાજી ન હોય, કપોળકલ્‍પના ન હોય, કોઈએ આમ કહ્યું કે તેમ કહ્યું તેનો આધાર ન હોય કે મને લાગ્‍યું તે સાચું, મારી આ શ્રધ્‍ધા છે તેવો દુરાગ્રહ ન હોય.

અંતમાં વિજ્ઞાન કેન્‍દ્રોના અભિપ્રાય સ્‍પષ્‍ટ આંકડાકીય કારણો, વિશ્વસનીયતાના પાયા ઉપર હોય છે. આગાહીકારો માત્ર અવૈજ્ઞાનિક સાધનો, સ્‍ફુરણા આધારીત ગપગોળા સિવાય કશું જ નથી. વરતારા બંધ કરવા જાથા આખરી ચેતવણી આપે છે. જિલ્લા મથકોએ વરસાદની હોળી કરી બંધ કરવા સંબંધી જાથા જનજાગૃતિ કેળવવા પ્રયત્‍નો કરશે. જાથાની વિચારધારા સાથે સંમત લોકોએ મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

 

(4:29 pm IST)