Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

વિસાવદર, તાલાલાગીર ભાવનગરના જેસરમા ધીમી ધારે વરસાદઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અન્‍યત્ર ધુપ-છાંવ

બપોરે રઃ૩૦ વાગ્‍યે

રાજકોટ તા. ૧૧ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધીમે-ધીમે ચોમાસાનો માહોલ જામતો જાય છે ત્‍યારે આજે પણ અમુક-અમુક જગ્‍યાએ વરસાદ પડયો છ.ે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધુપ-છાંવ છે.

‘અકિલા' ફેસબુક લાઇવના શ્રોતા વિશાલ સદરાણીએ જણાવ્‍યું હતું કે, વિસાવદરમાં આજે બપોરે ૧.૧પ વાગ્‍યે વરસાદ પડયો હતો.

ભાવનગર જીલ્લાના જેસર તાલુકામાં વરસાદ ચાલુ હોવાનું ‘અકિલા' ફેસબુક લાઇવના શ્રોતા મોનીક કોલડીયાએ જણાવ્‍યું છે.

‘અકિલા' ફેસબુક લાઇવના શ્રોતા મુકેશ વિરાણીએ જણાવ્‍યું છે કે ગીરમાં વરસાદ ચાલુ છે તાલાલા તાલુકાના જાવંત્રીગીર અને મંડોરણા ગીર આજુબાજુ વરસાદ છે.

ઉપલેટા તાલુકામાં વાદળછાયું વાતાવરણ હોવાનું ‘અકિલા' ફેસબુક લાઇવના શ્રોતા મુનેશ ભેંસદડીયાએ જણાવ્‍યું છે.

સાવરકુંડલા વરસાદી વાતાવરણ જામ્‍યુ છે તેમ ‘અકિલા' ફેસબુક લાઇવના શ્રોતા જયદિપ મોઢવાણીએ જણાવ્‍યું છ.ે

(4:34 pm IST)