Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

મોરબી શહેર યુવા ભાજપ દ્વારા તિરંગા બાઇક યાત્રા યોજાઈ.

આજ રોજ આઝાદી કા અમૃત મહોત્સવ "હર ઘર તિરંગા અભિયાન" અંતર્ગત મોરબી શહેર ભાજપ અધ્યક્ષ લાખાભાઇ જારીયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ દ્વારા તિરંગા બાઈક યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા તેમજ રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રભારી મહાવીરસિંહ જાડેજા,મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી જયદીપભાઈ હુંબલ,મોરબી નગરપાલિકા ચેરમેન ભાવિકભાઈ જારીયા,મોરબી શહેર યુવા ભાજપ પ્રભારી ડી ડી જાડેજા,મોરબી જિલ્લા યુવા ભાજપ અગ્રણી જયપાલસિંહ રાઠોડ,મોરબી શહેર યુવા ભાજપ મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા,ઉપ પ્રમુખ અરુણભાઈ રામાવત તેમજ જયેશભાઇ ડાભી તેમજ મિતુલભાઈ ધ્રાંગા, રવિભાઈ રબારી તેમજ રાહુલભાઈ હુંબલ અને યુવા ભાજપ મઁત્રી શક્તિસિંહ જાડેજા, વિરલભાઈ ખાખરીયા, રાજેશભાઈ,ધવલભાઈ ત્રિવેદી તેમજ સિદ્ધરાજસિંહ ઝાલા તથા ITSM ના શિવરાજસિંહ જાડેજા તથા  સોશ્યલ મીડીયા સેલ જીલ્લા ના ગોપાલભાઇ ભટ્ટ અને જયભાઇ પાટડિયા તેમજ મોરબી શહેર યુવા મોરચા ના નવનિયુક્ત કારોબારી સદસ્યો સર્વે હોદેદારો હાજર રહ્યા હતા.

(12:33 am IST)