Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

રક્ષાબંધનની ભેટ : મોરબી નગરપાલિકા સંચાલિત સીટી બસમાં બહેનો માટે નિશુલ્ક મુસાફરી.

મોરબી શહેરના લોકોને શહેરી પરિવહન સેવા પુરી પાડવા નગરપાલિકા દ્વારા સિટી બસ સેવા ચાલી રહી છે જેમાં મોરબી નગરપાલિકા દ્વારા ૧૧ ઓગસ્ટના રોજ રક્ષાબંધન પર્વને ધ્યાને લઈને બહેનોને વિનામૂલ્યે મુસાફરીની સેવા આપવામાં આવશે

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર શ્રાવણ સુદ પૂનમ નિમિતે દેશભરમાં ભાઈ બહેનના પ્રેમના પર્વ રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. જેમાં ૧૧ ઓગસ્ટને રક્ષાબંધનના પર્વે સીટી બસમાં બહેનો શહેરના કોઈપણ રૂટ પર ગમે તેટલી વખત નિશુલ્ક મુસાફરી કરી શકશે શહેરની બહેનોને રક્ષાબંધન પ્રસંગ માટે સિટી બસની ફ્રી સેવાનો લાભ લેવા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા દ્વારા અપીલ કરવામાં આવી છે.

(12:44 am IST)