Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

ગોંડલઃ આઠ લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા તથા દંડ

ગોંડલ, તા.૧૧: ગોંડલના મોટી બજારમાં દુકાન ધરાવતા વેપારીએ સંબંધીને ૮ વર્ષ પહેલા રૂપિયા ૮ લાખ હાથ ઉછીના આપ્‍યા હોય તે સંબંધીએ સમય મર્યાદામાં પરત ન કરતા કોર્ટ કાર્યવાહી થવા પામી હતી જે અંગેના ચુકાદામાં કોર્ટ એ આરોપીને એક વર્ષની સજા તથા દંડ ફરમાવતો હુકમ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોટી બજારમાં દુકાન ધરાવતા અને ભોજરાજપરામાં રહેતા નીરજભાઈ ધીરજલાલ ઉનાડકટ એ આઠ વર્ષ પહેલાં રાજનગરમાં રહેતા સંબંધી નરેન્‍દ્ર ન્‍યાલચંદ્ર રાયચુરાને હાથ ઉછીના પેટે રૂ.૮,૦૦,૦૦૦ આપ્‍યા હતા જે તેઓ દ્વારા સમય મર્યાદામાં પરત કરવામાં ન આવતા કોર્ટ ફરિયાદ થવા પામી હતી જે અંગેનો કેસ અત્રે ની એડી. ચીફ જયુડી. મેજી. એમ.વી.ચોકસી સમક્ષ ચાલી જતાં અદાલતે આરોપી નરેન્‍દ્ર ન્‍યાલચંદ રાયચુરા ને એક વર્ષની સાદી કેદની સજા તથા રૂ. ૧૦,૦૦૦/- દંડ અને જો દંડની રકમ સરકાર  મા જમા ન કરાવે તો વધુ બે માસની સાદી કેદની સજા તથા રૂા.૮,૦૦,૦૦૦/-, અંકે રૂા.આઠ લાખ પુરા ફરીયાદીને વળતર પેટે ચુકવવાનો હુકમ કર્યો હતો ફરિયાદી તરફે ધારાશાષાી નિરંજય એસ.ભંડેરી રોકાયા હતા.

(12:44 pm IST)