Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

વિંછીયાના સરપંચ સામે એટ્રોસીટીની ફરીયાદ

રાજકોટ, તા., ૧૧: વિંછીયાના સરપંચ સામે એટ્રોસીટી એકટ તળે પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ વિંછીયામાં રહેતા   દિલીપભાઇ ડાયાભાઇ પરમારે વિંછીયા ગ્રામ પંચાયતના સરપંચ ચતુરભાઇ ભીખાભાઇ રાજપરા (રહે. વિછીયા) સામે  વિંછીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ સરપંચે વિંછીયા ગ્રામ પંચાયતના વિવિધ પ્રશ્નોને લઇ મીટીંગ રાખેલ હોય જેમાં ફરીયાદીના પત્‍ની ગ્રામ પંચાયતના વોર્ડ નં. ૩ ના સભ્‍ય હોય લોકોના પાણી તથા ગટરના પ્રશ્ને રજુઆત કરતા સરપંચે જાતી પ્રત્‍યે અપમાનીત કરી ગાળો આપી હતી.

આ ફરીયાદ અન્‍વયે વિંછીયા પોલીસે સરપંચ સામે એટ્રોસીટી એકટ તળે ગુન્‍હો દાખલ કર્યો હતો. વધુ તપાસ ગોંડલના ડીવાયએસપી પી.એ.ઝાલા ચલાવી રહયા છે.

(12:50 pm IST)