Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

આટકોટની શિવ સ્‍કૂલ વિરનગરમાં રસીકરણ કેમ્‍પ

 આટકોટ : આરોગ્‍ય કેન્‍દ્ર વીરનગર દ્વારા શિવ સ્‍કૂલ વિરનગરમાં વિદ્યાર્થીઓ માટે રસીકરણ કેમ્‍પ યોજવામાં આવ્‍યો. તેમાં રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્‍ય શાખાના શ્રીમતી રીટાબેન એમ ચૌહાણ (PHN), પ્રકળતિબેન (ANM) અને આટકોટ P.H.C. સેન્‍ટરના ડોક્‍ટર ઉદિતભાઈ દુધરેજીયા તેમજ આરોગ્‍યમાંથી આવેલ. તેમની ટીમ જયેશભાઈ તથા ડોડીયાભાઈ ગનુબેન મિયાત્રા તેમજ આશા વર્કર બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા તથા જિલ્લા પંચાયતના સભ્‍ય દક્ષાબેન પરેશભાઈ રાદડિયા તેમજ વીરનગર ગામના સરપંચ નટુભાઈ, ઉપસરપંચ જયરાજભાઈ વેકરીયા તથા નરેશભાઈ ઉપસ્‍થિત રહ્યા હતા અને T.D.(ટીટેનસ અને દીપ્‍થેરિયા)  વિશે દરેક બાળકને માહિતી આપવામાં આવી હતી. આ કેમ્‍પમાં ધોરણ ૫ અને ધોરણ ૧૦ના વિદ્યાર્થીને રસી આપવામાં આવી હતી. સાથે  હર ઘર તિરંગાની ઉજવણી કરવામાં આવી હતી. અને દરેક બાળકોને માહિતગાર કર્યા હતા. શાળા પરિવારે આભાર વ્‍યક્‍ત કર્યો હતો.(તસ્‍વીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)

(12:51 pm IST)