Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

ભાણવડ પાલીકા સતાધારી કોંગ્રેસ જુથ દ્વારા ચીફ ઓફીસર એક માસથી ના હોય કચેરીને તાળાબંધી કરાશે

સફાઇ પાણી તમામ સેવા બંધ થશે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧૧: ભાણવડમાં રપ વર્ષના ભાજપના શાસન પછી કેટલાક સમય પહેલા પેટા ચુંટણીમાં કોંગ્રેસ શાસનમાં આવી હતી તે પછી ચીફ ઓફીસર તથા સતાધારી જુથ વચ્‍ચે વારંવાર સંઘર્ષ થતો હોય ચીફ ઓફીસર ઉપરની કયા સુધી નોકરી થાય તેમ નથી લખીને ગાંધીનગર એક માસથી ચાલ્‍યા જતા કોંગ્રેસ સતાધારી પક્ષ દ્વારા આવતીકાલે પાલીકા કચેરીને તાળાબંધીનો કાર્યક્રમ જાહેર કરતા ભારે ચર્ચા જાગી છે.

ભાણવડ પાલીકા સતાધારી જુથના પ્રવકતા હિતેશભાઇ જોશીએ એક મુલાકાતમાં જણાવેલ કે ભાણવડની જનતાએ કોંગ્રેસને શાસન સોંપતા રપ વર્ષમાં ના થયા હોય તેવા વિકાસ કાર્યો તાજેતરમાં થયા છે. પણ પાલીકા ચીફ ઓફીસર એક માસની રજા મુકયા વગર વહી ગયા તથા ચાર્જ કોઇને સોંપાયો નથી. કોંગ્રેસ દ્વારા સરકાર તથા ઉચ્‍ચ અધિકારીને જાણ કરાયા છતા કોઇ પગલા લેવાયા નથી. ૧૨-૮-રરના સવારે ૧૧ વાગ્‍યે પાલીકાની કચેરીને તાળાબંધી કરી સફાઇ, પાણી તથા સ્‍ટ્રીટ લાઇટ જેવી સેવા બંધ કરી દેવામાં આવશે. જે કાર્યક્રમમાં ધારાસભ્‍ય વિક્રમભાઇ માડમ પણ જોડાશે.

ભાણવડ પાલીકામાં આ મુદ્દો સમગ્ર જીલ્લામાં ભારે ચર્ચાસ્‍પદ બન્‍યો છે.

(12:54 pm IST)