Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

ઉપલેટાનાં પ્રાંસલામાં સર્વરોગ નિદાન કેમ્‍પ

(કૃષ્‍ણકાંત ચોટાઇ દ્વારાᅠ)ઉપલેટા તા.૧૧ : તાલુકાના પ્રાંસલા મફત સર્વરોગ,આયુર્વેદ,હોમિયોપેથી નિદાન કેમ્‍પનું આયોજન આયુર્વેદિક દવાખાનું, ગણોદ,હોમિપોપેથીક દવાખાનું,ભાયાવદર તથા શ્રીસ્‍વામી ધર્મબધુજી વેદિકમિશન ટ્રસ્‍ટ,પ્રાંસલા ખાતે તા.૧૫ના રોજ સવારે ૧૦ થી ૧ વાગ્‍યા સુધી રાખેલ છે. જેમાં તાવ, શરદી, ઉધરસ, શ્વાસ, સાંધાના તથા કમર દુઃખાવો, ત્રીરોગ, માસિકની તકલીફ સહિત રોગોનું વિના મુલ્‍યે નિદાન કરવામાં આવશે તથા દવા પણ વિના મૂલ્‍યે આવવામાં આવશે.

(12:57 pm IST)