Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

બેરોજગારી સાથે મોંઘવારીના માર સામે વડિયા યુથ કોંગ્રેસ દ્વારા રેલી સાથે દેખાવો કર્યા

બાટલા સાથે રેલી યોજી, હાય રે મોંઘવારી, ગુજરાતનો યુવા રોજ બને છે બેરોજગારના નારા લાગ્‍યા...

વડિયા, તા.૧૧: સમગ્ર દેશમાં હાલ બેરોજગારી અને મોંઘવારીએ માજા મૂકી છે ત્‍યારે ગરીબ અને મધ્‍યમ વર્ગને પડતી હાલાકી જોઈ ચૂંટણી સમય સામે આવતા મોંઘવારી અને બેરોજગારી બાબતે કોંગ્રેસ નો યુવા મોર્ચો જાગ્‍યો હોય તેવુ જોવા મળી રહ્યું છે. અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયામા યુથ કોંગ્રેસના મોનિલ ગોંડલીયાની આગેવાનીમા કોંગ્રેસ દ્વારા ધારાસભ્‍ય પરેશ ધાનાણીના કાર્યાલયથી એક લારીમા ગેસની બોટલની સાથે રેલી સ્‍વરૂપે યાત્રા કાઢી હાય રે મોંઘવારી હાય હાય, ભાજપ તૂ ને કયાં કિયા, દેશ કો બરબાદ કિયા. ના નારા સાથે વડિયાની મુખ્‍ય બજારનુ વાતાવરણ મોંઘવારી વિરુદ્ધ મા ગુંજતું જોવા મળ્‍યું હતુ. આ રેલી સ્‍વરૂપે યોજાયેલ કોંગ્રેસનુ વિરોધ પ્રદર્શન અંતે મામલતદાર ઓફિસ સુધી જોવા મળ્‍યું હતુ.

મોંઘવારીના માર બાબતે લોકોને પડતી હાલાકી બાબતે યુથ કોંગ્રેસ દ્વારા વડિયામા અમરેલી વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ મોનિલ ગોંડલીયા, વડીયા યુથ કોંગ્રેસ પ્રમુખ ભૌમિક પાંધી, વડીયા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ હર્ષ તેરૈયા, અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસ મહામંત્રી જુનેદ ડોડીયા,ઓ.બી.સી.ડિપાર્ટમેન્‍ટ ગુજરાત પ્રદેશ મહામંત્રી વાજસુરભાઈ વાળા, અમરેલી  જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ધર્મેન્‍દ્ર પાનસુરીયા,તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી દિલીપભાઈ શીંગળા, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અમરુભાઈ ગળ ની આગેવાની મા વડિયા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્‍યું.આ તકે તાલુકા પંચાયત સદસ્‍ય વિરિધ પક્ષ ઉપ નેતા હકાભાઈ ભરવાડ, તાલુકા કોંગ્રેસ મહામંત્રી નીતિન ગોંડલીયા, તાલુકા મહામંત્રી બાલાભાઈ મકવાણા, તાલુકા માયનોરિટી પ્રમુખ ઇશાક જેઠવા, વડીયા શહેર માયનોરિટી પ્રમુખ અફઝલ સડેકી, અમરેલી જિલ્લા વાઇસ ચેરમેન સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્‍ટ પ્રમુખ શ્‍યામ સોલંકી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નિલેશભાઈ દેવમુરારી કોંગ્રેસ અગ્રણી ખેડૂત આગેવાન રાજુભાઇ ભેંસાણીયા સહીત કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા. અને બેરોજગારી અને મોંઘવારીના માર વચ્‍ચે પીસાતી પ્રજાનો અવાજ બની દેખાવો કરી આવેદનપત્ર આપ્‍યું હતુ.

(1:01 pm IST)