Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

મૂળીમાં ગૌ માતાને વ્‍હારે દોડી જતાં માંડવરાયજી ગૌશાળા ગળપના ક્ષત્રિય યુવાનો

 વઢવાણ : ગાયમાતાની રક્ષા કાજે અનેક ક્ષત્રિય મહાપુરૂષોએ જીવની પણ દરકાર નથી કરી. હિન્‍દુ ધર્મમાં ગાયને માતાનો દરરજો આપવામા આવ્‍યો છે.  હાલ લમ્‍પી વાયરસે ચો તરફ કાળોકેર મચાવ્‍યો છે. ટપોટપ ગૌ માતાના મળત્‍યુ થતા જાય છે. ત્‍યારે મૂળી માંડવરાયજી ગૌશાળા ગળપના યુવાનોએ શ્રી માંડવરાયજી દાદાને પ્રાર્થના કરી ગૌશાળા સહિત અન્‍ય ગૌ વંશ અનૈ ગૌ માતાને ડો. ખુમાનસિંહ હેમતપરના માર્ગદર્શન હેઠળ ખુમાનસિંહ પરમાર, સહદેવસિંહ, પ્રદિપસિંહ સહિતના યુવાનોએ ગૌ માતાને કપુર-ફટકડીનો સ્‍પ્રે કરી, તાાન કરાવી, દેશી આયુર્વૈદિક અને અન્‍ય દવા કરી, સારવાર કરી,  રોગપ્રતિકારક શકિત વધે તે માટે રોટલીમાં ધી, કાળામરી પાવડર, મધ અને ધી લગાડી ગૌ માતાને ખવડાવે છે. મૂળી ગામની બહેનો પણ ગૌ સેવા કરવા રોટલીઓ બનાવી ગૌ શાળામાં મોકલે છે. લમ્‍પી વાયરસથી ગૌ માતાને બચાવવા ગૌશાળા ગળપના યુવાનો ખુબ જહેમત ઉઠાવી ક્ષત્રિયધર્મ દિપાવી રહયા છે. ગૌ પ્રેમી ખુમાનસિંહે જણાવ્‍યા મુજબ ગાયો માટે યુવાનો ખિસ્‍સા ખર્ચીના પૈસા આપી દેતા ખચકાતા નથી. સૌનો સહકાર મળી રહેતા અમને વધુ પ્રોત્‍સાહન મળી રહે છે.(તસ્‍વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ વઢવાણ)

(1:01 pm IST)