Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

વાંકાનેરના ટીનાલાલ પુજારા પરિવારનું પ્રેરણાદાયક કાર્ય

 વાંકાનેર : અંધ-અપંગ ગૌશાળાના ટ્રસ્‍ટી અને ઉદ્યોગપતિ ટીનાલાલ પુજારાના આંગણે સીલ્‍વર હાઇટ્‍સ રાજકોટ ખાતે વિદ્યાન બ્રામ્‍હણો દ્વારા રૂદ્ર અભિષેક રાખવામાં આવેલ હતો. જેમાં તેમના મિત્ર મંડળ- પરીવારને આમંત્રણ આપેલ. ઉપસ્‍થિત સહુએ અભિષેક કરેલ. અને જે કંઇ પુણ્‍ય મળે તે ગૌમાતાને મળે અને ભયંકર લમ્‍પી રોગમાંથી મુક્‍ત થાય તેવી પ્રાર્થના કરી હતી. અને તમામ પુણ્‍ય ગૌમાતાના ચરણોમાં અર્પણ કરેલ. સાથે અંધ-અપંગ ગૌશાળા માટે ઉપસ્‍થિત લોકોએ દાન આપેલ તથા ગોપી મંડળે પણ દાન એકઠું કરેલ જે કુલ ૫૧ હજાર થયું હતું. જે ગૌશાળાને અર્પણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ તથા આર.કે. બિલ્‍ડરના સર્વાનંદભાઇ, શેઠ બિલ્‍ડરના મુકેશભાઇ શેઠ તથા ઉદ્યોગપતિઓ મનસુખભાઇ પાણ, અરવિંદભાઇ પાણ, બેચરભાઇ પટેલ, મહેશભાઇ રાચ્‍છ, ભુપતભાઇ જોબનપુત્રા સહિત અન્‍ય મિત્ર મંડળ પરિવારો સાથે પધારેલ. આ કાર્યક્રમમાં સહુને પ્રેરણા મળે તેમ અંધ-અપંગ ગૌશાળાના તથા ગાયત્રી શક્‍તિપીઠ - વાંકાનેર ટ્રસ્‍ટીઓએ શુભેચ્‍છા સાથે આશિર્વાદ આપવામાં આવેલ. વાંકાનેરથી સદગુરૂ આશ્રમના મહેશભાઇ રાજવીર પરિવાર ઉપસ્‍થિત રહેલ.(તસ્‍વીર-અહેવાલ : લિતેશ ચંદારાણા વાંકાનેર)

(1:05 pm IST)