Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

પોરબંદરના નામકરણને ૧૦૩ર વર્ષ પુર્ણઃ જયોતીષીઓએ સ્‍થાપના દિનની કુંડળી બનાવેલ

નામકરણ દિને સમુદ્ર પુજન કરીને જળ વ્‍યવહારની સીઝનનો પરંપરાગત રીતે પ્રારંભઃ સ્‍ટેટ વખતમાં નામકરણ દિનની ભવ્‍ય ઉજવણી કરાતી હતીઃ વેદોકત મંત્રોચ્‍ચાર સાથે અસ્‍માવતીઘાટમાં પૂજન કરીને નામકરણનું તોરણ બાંધેલું

પોરબંદર સ્‍થાપના-નામકરણદિન વિક્રમ સવંત ૧૦૪૬ શ્રાવણી પુનમ સોમવાર સવારે ૯.૧પ તા.૬-૮-૯૯૦  (રાજ બારોટ સ્‍વ.બાબુભાઇના ચોપડેથી પ્રાપ્ત થયેલ, પોરબંદર સ્‍થાપના નામકરણના સમયના આધારે જન્‍મ કુંડલી (સ્‍થાપના-નામકરણ), બનાવનાર સ્‍વ.શાષાી દિવાકર કે.જોષી તથા નિશિકાન્‍ત ડી.વૈષ્‍ણવ) (૪.૧૧)

(હેમેન્‍દ્રકુમાર એમ.પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૧: વિક્રમ સવંત ૧૦૪૬ શ્રાવણ સુદ ૧પ (શ્રાવણી પૂનમ) સોમવાર સવારે ૯.૧પ , તા.૬-૮-૯૯૦ના દિને સ્‍થાપના યાને નામકરણ થયેલ તે દિવસે ચંદ્રગ્રહણ હતું. જેઠવા વંશના રાજવી બાષ્‍કલ દવે (બખ્‍ખુજી મહારાજે) પોરબંદરના અસ્‍માવતી ધારે નાળીયેરી પુર્ણીમા રક્ષાબંધન વિક્રમ સવંત ૧૦૪પ અને ૧૦૪૬ ચોપડે નોંધમાં એક વરસનો તફાવત છે. હાલ ધ્‍યાને લેતા રાજ બારટોના ચોપડા મુજબની નોંધ વિક્રમ સવંત ૧૦૪૬ની શ્રાવણી પુનમ જયારે મહારાણા બાષ્‍કલદેવ (બખ્‍ખુજી મહારાજ) ના તામ્રપત્ર વિ.સં. ૧૦૪પ વૈશાખી પુનમનું છે. બંનને વચ્‍ચેનો તફાવત એક વરસનો છે.

આ બન્ને નોંધ એટલુ પુરવાર કરે છે કે પોરબંદર એક હજાર વર્ષનું પ્રાચીન શહેર છે. ખરેખર આ દિન સ્‍થાપના કરણ દિન નહી પરંતુ નામકરણ દિન છે. વિક્રમ સવંત મુજબ વિ.સં. ર૦૪૬ની શ્રાવણી પુનમ અને રક્ષાબંધનના દિવસે એક હજાર વર્ષ પુર્ણ થયેલ. ઇસ્‍વીસન પ્રમાણે તા.૬ ઓગષ્‍ટ ર૦રર શનીવાર શ્રાવણ સુદ ૯ શનીવાર દિને એક હજાર બત્રીસ વરસ પુર્ણ કરી આજ દિને ૧૦૩૩ એક હજાર વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. વિક્રમ સવંત ર૦૭૮ શ્રાવણી પુનમ તા.૧ર-૮-ર૦રર શુક્રવાર એક હજાર બત્રીસ વર્ષ પુર્ણ કરીને એક હજાર તેત્રીસમાં વરસમાં પોરબંદર નામકરણ-સ્‍થાપના દીન-નારીયેલી પૂનમ-રક્ષાબંનના દિને ઉજવણી કરશે. આ દિને પોરબંદરનો જળવહેવાર બારા પુજા-સમુદ્ર પુજન કરી વ્‍યાપાર ફીશીંગ વિગેરે માટે શરૂ કરશે. આ પ્રક્રિયા સરકાર દ્વારા ફિશરીઝ ખાતા દ્વારા શરૂ કરવામાં આવ્‍યો છે.

ઉલ્લેખનીય છે કે પોરબંદર નામકરણ સ્‍થાપના દિનનો પ્રારંભ અને અસ્‍માવતી ઘાટે બારામાં લીલુ તોરણ તા.૬-૮-૯૯૦  શ્રાવણી પુનમ તા.૬-૮-૯૯૦ બાંધી સ્‍વ.બુખ્‍ખાજી યાને બાષ્‍કલદેવજીએ વિશ્વના દેશો સાથે વ્‍યાપાર ધોરણે જળ વહેવાર દ્વારા માલ પરીવહન માનવધનની પરીવહન દેશ-વિદેશમાં શરૂઆત કરી પોરબંદરના જળ વહેવારની વિકાસ યાત્રાની શરૂઆત અરસ પરસના દેશ-વિદેશ સાથે શરૂઆત કરી-પોરબંદર-નામકરણ-યાને સ્‍થાપના દિન શ્રાવણ સુદી પુનમ રક્ષાબંધન સોમવારના દિને તેમજ વિક્રમ સવંત ર૦૪૬ શ્રાવણી પુનમ ર૦૪૬ તા.૬ ઓગષ્‍ટ ૯૯૦ એક હજાર વરસ પુર્ણ થયાની ઉજવણી કરવામાં આવેલ ત્‍યારે યોગાનું યોગ બંને સમયે ચંદ્રગ્રહણ હતું અને તે વેધ નીકળ્‍યા પહેલા અસ્‍માવતી ઘાટે જેઠવા વંશના રાજવી સ્‍વ.બાષ્‍કલદેવજી  ઉર્ફે બુખ્‍ખાજી મહારાજે લીલુ તોરણ બાંધી વિશ્વ સાથે જળ વહેવાર વ્‍યાપારી ધોરણે જોડી દીધુ અને ધંધાકીય પ્રારંભ કરાવ્‍યો છે.

જયારે પોરબંદર નામકરણ સ્‍થાપનાદિનની ઉજવણી એક હજાર વર્ષ પુર્ણ થયા ત્‍યારે શ્રાવણી પુનમ વિક્રમ સવંત ર૦૪૬ તા.૬ ઓગષ્‍ટ ૧૯૯૦ની રાત્રીના ૯.૧પ વાગ્‍યે ગ્રહણ  નિકળ્‍યા બાદ બિન વિવાદાસ્‍પદ પુષ્‍ટી માર્ગીય વૈષ્‍ણવ સંપ્રદાયના ધર્માચાર્ય પૂ.ની.ગો. ૧૦૮ શ્રી ગોવિંદરાયજી મહારાજશ્રીના અધ્‍યક્ષ સ્‍થાને તેઓશ્રીની  હાજરી સાથે પોરબંદરના વિદ્વાન ભૂદેવો હાજરીમાં વેદોકત મંત્રોચ્‍ચાર સાથે વિધિવત અસ્‍માવતી નદી અરબી સમુદ્ર સંગમ સ્‍થાને શાષાોકત વિધિ સંસ્‍કૃતી પ્રમાણે બારા પુજન કરી તોરણ બાંધેલ નવી મોસમની શરૂઆત કરાવેલ.

પોરબંદર નામકરણ સ્‍થાપના દિન તરીકે શ્રાવણ સુદ ૧પને શુક્રવાર તા.૧ર-૮-ર૦રરના રક્ષાબંધન નારીયેલી પુર્ણીમા દિવસે પોરબંદર સ્‍થાપના નામકરણ દિન ૧૦૩ર એક હજાર બત્રીસ વરસ પુર્ણ કરી ૧૦૩૩માં એક હજાર તેત્રીસમાં વરસમાં પ્રવેશ કરેલ છે. તા.૬-૮-૯૯૦ સોમવાર શ્રાવણી પુનમ સોમવારથી શરૂ કરાયેલ. જળ વહેવાર વ્‍યાપારની શરૂઆત કરી ત્‍યારથી પોરબંદરનો જળ વહેવાર વ્‍યાપારી વૃધ્‍ધ કરતો જ રહેલ સારો એવો વિકાસ પોરબંદર શહેર અને બંદરનો થયેલ છે. પરંતુ સને ૧૯૮૦ પછી પોરબંદરનો વિશ્વ સાથે વ્‍યાપારી વૃધ્‍ધી ધરાવતા જળ વહેવારમાં અવરોધ ઉભા થયા બિન જરૂરી રાજકારણીઓ પોતાના સ્‍વાર્થ ખાતર પોરબંદર જુના બંદરને લુણો લાગ્‍યો ધીમે ધીમે પોરબંદરનો જળ વહેવાર પરીવહન વ્‍યાપારમાં ઘટાડો થતો ગયો વર્તમાન સ્‍થિતિએ વ્‍યાપારી વહેવાર રહયો નથી અને હોય તે હોય પણ રહયો નથી.

પોરબંદર બંદરનો વિકાસ રૂ઼ધાવવા રાજકારણ-રાજકીય વ્‍યકિતીઓ પરોક્ષ અગર અપરોક્ષ મહત્‍વપુર્ણ ભુમીકા રહી છે. જયારે બીજી તરફ સાગર ખેડુ ખારવા સમાજના સભ્‍યો તેની ગળથુથીમાં દરીયો સમુદ્ર ખેડવો અને આજીવીકા મેળવવી કુંટુંબ નિર્વાહ ભરપોષણ વહાણવટુ મતસ્‍ય ઉદ્યોગ રહેલ છે. હાલ વ્‍યાપારી ધોરણે સને ૧૯૮૦ ની સાલ બાદ ધીમે ધીમે પોરબંદરના બંદર પર દેશ વિદેશના વહાણો અરસપરસ માલ પરીવાહન માટે આવતા તે ધીમે ધીમે આવતા બંધ થયા વિદેશી હુંડીયામણની રાજય સરકાર કેન્‍દ્ર સરકારમાં  ઘરણા લાગી હાલ શુન્‍ય અવકાશ સર્જાયો છે.

પોરબંદર એક હજાર વર્ષ પુરા કરે છે. પોરબંદર સ્‍થાપના દિન શ્રાવણી પુનમ ઇતિહાસ વિદ્‌ નરોતમભાઇ પલાણ દ્વારા જે લેખ પ્રસિધ્‍ધ કરાયેલ તેવા કેટલાક અંશો અહી પ્રસ્‍તુત છે. ઇતિહાસ અને પુરાતત્‍વના સંશોધકો કહે છે કે સમગ્ર અશીયાના સૌરાષ્‍ટ્ર પ્રાચીનમાં પ્રાચીન ભુમી છ. સૌરાષ્‍ટ્રનો ગિરનાર કરોડો વર્ષથી અસ્‍તિત્‍વ ધરાવે છ. જયારે એની તુલનામાં હિમાલયને માત્ર પચાસ લાખ વર્ષ થવા છે. સૌરાષ્‍ટ્ર જેમ પ્રાચીનતમ ભુભાગ છે તેમ તેની સંસ્‍કૃતિ પણ હડપ્‍પા, મોહંજો દડોથી પ્રાચીન છે. સૌરાષ્‍ટ્રમાં આ સિન્‍ધુ સભ્‍યતાના દોઢસોથી વધુ સ્‍થાનો પુરાતત્‍વવિદોએ શોધી કાઢયા છે. આ જ પ્રમાણે એક સંશોધન મુજબ સૌરાષ્‍ટ્રમાં એક હજાર વર્ષથી પ્રાચીન શહેરો અને ગામોની કુલ સંખ્‍યા બસો સાંઠ થાય છે. દ્વારકા, પ્રભાસ, સોમનાથ, જુનાગઢ, વલ્લભી, વઢવાણ, ઢાંક અને ઘુમલીનો બે બે હજાર વર્ષથી પણ પ્રાચીન નગરો છે.

સૌરાષ્‍ટ્રના પ્રાચીન શહેરોમાં પોરબંદર, પોતાનું વિશિષ્‍ટ સ્‍થાન ધરાવે છે. પોરબંદર વિશેની ‘મિથ'ને ધ્‍યાનમાં લઇએ તો પોરબંદર, ભગવાન શ્રીકૃષ્‍ણના સખા સુદામાની ભુમી છે. જો કે જેમ શ્રીકૃષ્‍ણ વિશે તેમ સુદામાજી વિશે પણ અદ્યપી કોઇ ઐતિહાસીક પ્રમાણ પ્રાપ્ત નથી.

હાલમાં દ્વારકામાં થઇ રહેલા સામુદ્રી સંશોધનો આ પોરાણિક પાત્રો વિશે નજીકના ભવિષ્‍યમાં કંઇક અવનવા પ્રકાશ પાડશે, (અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે પોરબંદર અરબી સમુદ્રમાં આશરે એક દશકા પહેલા ગોવા આકોલાયોજીક-પુરાતત્‍વ ખાતા દ્વારા સંશોધન હાથ ધરાયેલ પરંતુ સંપૂર્ણ વિગત બહાર આવી નથી. જાણકારી મુજબ અરબી સમુદ્રમાં સંશોધન અઘરૂ રહેલ છે. ઓડદર-રંગબાઇ માતાજીના મંદિર પાસે અરબી સમુદ્રમાં એક પ્રાચીન પથ્‍થરનું લંગર મળી આવેલ છે.

ભરતીના પાણી ઓટ થતા જોઇ શકાય છે અને ત્‍યારે ‘સુદામાપુરી' પોરબંદર વિશે નજીકના ભવિષ્‍યમાં કંઇક અવનવો પ્રકાશ જરૂર પાડશે, અને ત્‍યારે ‘સુદામાપુરી'વિશે આ સ્‍થાનનો વધુ વિચાર શકય બનશે. હાલ પોરબંદરનો જે ઇતિહાસ ઉજવાતો આવેલો નાળિયેરી પૂનમનો ચોમાસા પછી ખુલે છે અને સમુદ્ર પૂજન સાથે મોસમનું પહેલુ વહાણ હંકારાય તેનો ઉત્‍સાહ છે. તેમ પોરબંદરની સ્‍થાપનાનો યાને નામકરણ ઉત્‍સવ પણ છે. અનુશ્રુતિ એવી છે કે, આ જ દિવસે પોરબંદરની સ્‍થાપના - નામકરણ થયેલી અને આ જ દિવસે રાજધાની તરીકે પોરબંદરનું તોરણ બાંધવામાં આવેલુ.

અનુશ્રુતિ મુજબ શ્રાવણી પૂનમએ પોરબંદરનો સ્‍થાપના (નામકરણ) વિન છે. એટલું સ્‍વીકારી લીધા પછી પણ પ્રશ્‍ન તો ઉભો જ રહે છે કે આ પૂનમ કયા વર્ષની ? આ પ્રશ્‍નના ઉત્તર માટે અત્‍યારે આપણી પાસે બે સંર્દભો છે ? એક છે ઘુમલીના મહારાજ બાષ્‍કલદેવનું વિક્રમ સ્‍વતંત્ર પર ૧૦૪૫ની વૈશાખી પુજનનું છે અને બીજા જેઠવા વંશના રાજબારોટની નોંધ વિક્રમ સવંત ૧૦૪૬ની શ્રાવણી પૂનમની છે. બંનુ નોંધમાં એક વર્ષનો તફાવત છે ! એટલું તો પુરવાર કરે જ છે કે પોરબંદર એક હજાર વર્ષનું પ્રાચીન શહેર છે. તામ્રપત્ર મુજબ આજે વિક્રમ સવંત ૨૦૪૬ની શ્રાવણી અને રક્ષાબંધન- નારીયેલી પૂનમના દિવસે એક હજાર પૂરા થાય છે. (હાલ વિક્રમ સવંત ૨૦૭૮  રોજ રક્ષાબંધન- નારીયેલ પૂર્ણીમા શ્રાવણ સુદના રોજ રાજબારોટની નોંધ મુજબ બરાબર એક હજાર (એક હજાર બત્રીસ) વર્ષ પૂર્ણ થાય છે.

મહારાજ બાષ્‍કલ દવેનું તામ્રપત્ર જે એ સમયે પોરબંદરનો હોવાનો માત્ર ઉલ્લેખ જ આપે છે, ત્‍યાં પોરબંદરની સ્‍થાપનાનો કોઇ નિર્દેશ નથી, પરંતુ દામોદર નામના અધ્‍વર્યુ બ્રાહ્મણને ઘૂમલીના રાજવીએ  ચરતિ નામનું ગામદાન દાન આપ્‍યુ તેને લગતુ આ તામ્રપત્ર છે આ તામ્રપત્રમાં હકીકત મુજબ રાજાની સહી સિક્કા સાથે કોતરાયેલી છે. જેમાં ‘ચરણી' ગામની ચતુઃસીમા ગણાવતા પૂર્વમાં વંદાણા (વમાણા) બીજુ નામ રાણા વિરપુર ગામ, દક્ષિણમાં છાંઇયા (છાંયા) ગામ, પશ્‍ચિમમાં પોરવેલ કુળ (પોરબંદર) અને ઉત્તરમાં દેવગામ (હાલનું દહેગામ) આવેલ હોવાનું જણાવાયુ છે. ચતુઃસીમાના આ બધા જ ગામો આજે હૈયાત છે અને બધા જ હજાર વર્ષ જૂના ગામો ઠરે છે.

આ તામ્રપત્રમાં વિક્રમ સવંત ૧૦૪૫માં ‘પૌરવેલાકુળ' યાને આજનું પોરબંદર યાને પુરબંદર - પૌર- પોરબંદર હોવાની નોંધ છે. ‘પૌર'એ વેપારી પ્રજાના સમુહને ઉપરથી થઇને ‘પૌર' શબ્‍દ આવેલો છે. જયારે ‘વેલાકુળ' માટે, મુસ્‍લિમ શાસનમાં રાજભાષા બનેલી ફારસીના પ્રભાવથી ‘બંદર' શબ્‍દ પ્રચલિત થઇ ગયો જણાય છે.

રાજબારોટની નોંધ આ પછીના એક જ વર્ષની છે અને તે વિક્રમ સવંત ૧૦૪૬ની શ્રાવણી પૂનમે, આજના સમય મુજબ સવા નવા વાગ્‍યે, સમુદ્ર પૂજન કરી ધૂમલીના મહારાજ બખુજી (બાષ્‍કલદેવ) જેઠવાએ રાજયનું પ્રથમ વહાણ તરતુ મુકયુ અને દરિયાઇ વેપારના શ્રી ગણેશ કર્યા. વિચાર કરીએ તો જરોટની આ નોંધ તામ્રપત્રથી વિરૂધ્‍ધમાં જતી નથી. અનુમાન થઇ શકે છે કે પોરબંદર નાનકડી વસાહત હશે. તેને બાખુજી (બાષ્‍કલદેવ) મહારાજ શ્રાવણીપૂનમના દિવસે વિધિવત રાજયના મુખ્‍ય બંદરનો દરજ્‍જો આપ્‍યો ! ઇતિહાસમાં આવુ બનતુ જોવા મળે છે. નામની વસાહત ઉપર જામ રાવળે વિધિવત ‘નવાનગર'ની સ્‍થાપના કરી. આજના અમદાવાદની સ્‍થાપના પણ જૂના સમયની કર્ણાવતી ઉપરથી થયેલી છે. આમ એક નાનકડી વસાહત ને ઘુમલીના રાજા બખુજી (સંસ્‍કૃત નામી વ્‍યાસકુલદેવ) મહારાજે દરિયાઇ વેપારના રીતસરના મથક તરીકે સ્‍થાપી અને તે વિક્રમ સવંત ૧૦૪૬ની શ્રાવણી પૂનમે બન્‍યુ એમ સ્‍વીકારવામાં સ્‍હેજ પણ અડચણ જણાતી નથી.

રાજબારોટના ચોપડેથી  સમય ઉપરથી પોરબંદરના બે જયોતિષવિદોએ પોરબંદરની જન્‍મકુંડળ બનાવી છે (જે પ્રારંભમાં વચમા દર્શાવી છે) તે પોરબંદરની આજની પ્રકૃતિને અદભૂત રીતે મળતી આવે છે! આ જન્‍મકુંડળી મુજબ પોરબંદરના સંતાનો તેજસ્‍વી થાય, સફેદ વસ્‍તુનો વેપાર કેન્‍દ્ર સ્‍થાને રહે, ધન દોલત વગેરે ભૌતિક સમૃધ્‍ધિ અને સંત શૂરવીર- સાધુ કવિ ભકત, દાનવીર વગેરે આત્‍મિક સમૃધ્‍ધિ પણ પોરબંદરમાં બરાબર રહે વગેરે. આ કુંડલી અને એનો અભ્‍યાસ રસિક છે

પોરબંદર નામકરણ-સ્‍થાપના દિનની કુંડળી

પોરબંદર સ્‍થાપનાની (સ્‍થુળ) કુંડલી

પોરબંદર સ્‍થાપના રાશી કુંડલી

(3:31 pm IST)