Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

ભાવનગરમાં બ્રહ્માકુમારીએ રક્ષાબંધન પર્વ ઉજવ્યું

પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર :ભાવનગરમાં બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા શહેરના તમામ પોલીસ સ્ટેશન અને પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. ભરતનગર પોલીસ સ્ટેશનના પી.આઇ. એ.બી. ગોહિલ ,પી.એસ.ઓ .જીતુદાન ગઢવી ,જશવંતભાઈ ધાંધલીયા તથા સ્ટાફ ના તમામ ભાઈઓ બહેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્માકુમારી ભાવનગર કેન્દ્રના મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી તૃપ્તિબેન, બ્રહ્માકુમારી રોહીણીબેન ,બ્રહ્મકુમાર મુકેશભાઈ જોશી અને કેન્દ્રના ભાઈઓ -બહેનોએ કાર્યક્રમમાં જોડાયા હતા.

 

(6:44 pm IST)