Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

સિક્કા નજીક એક ખાનગી હોટલમાં મોડી સાંજે ભીષણ આગ :40 જેટલા લોકોને ઇજા :હજુ ચાર લોકો અંદર ફસાયાની આશંકા

દ્વારકા અને જામનગર જિલ્લામાંથી અંદાજિત 10 જેટલી એમ્બ્યુલન્સ તાત્કાલિક દોડી: રિલાયન્સના ફાયર ફાયટરો પણ પહોંચ્યા : વિકરાળ આગને પગલે રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો

ખંભાળિયા જામનગર રોડ પર સિક્કા નજીક એક ખાનગી હોટલમાં મોડી સાંજે આગની દુર્ઘટના બનતા સંખ્યાબંધ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે અને આ પગલે દ્વારકા અને જામનગર જિલ્લામાંથી અંદાજિત 10 જેટલી એમ્બ્યુલન્સ તાત્કાલિક દોડી ગઈ છે આ બનાવના પગલે દ્વારકા જામનગર સહિતની ફાયર ટીમો તથા સરકારી તંત્રમાં ભારે ભાગદોડ મચી જવા પામી છે જોકે આ વિકરાળ આગને પગલે રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ આવ્યા છે

મળતી વિગત મુજબ હોટલમાં લાગેલી આગમાં 40 જેટલા લોકોને ઇજા પહોંચી છે જયારે હજુ પણ ચાર લોકો અંદર ફસાયા હોવાનું જાણવા મળે છે, દ્વારકા અને જામનગર જિલ્લામાંથી અંદાજિત 10 જેટલી એમ્બ્યુલન્સ તાત્કાલિક દોડી ગઈ છે સાથોસાથ રિલાયન્સના ફાયર ફાયટરો પણ પહોંચ્યા છે 

(9:10 pm IST)