Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

યુવા આર્મી ‌ગ્રુપ મોરબી દ્વારા પોલીસ જવાનોને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ.

મોરબીમાં સર્વત્ર રક્ષાબંધનની ઉમંગ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મોરબીના યુવા આર્મી ગ્રુપની બહેનો દ્વારા મોરબીમાં જિલ્લા પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. અને મોરબી જિલ્લા પોલીસ સ્ટેશનના પીઆઇ, પીએસઆઈ, કોન્સ્ટેબલને હાથે રાખડી બાંધી હતી.

આ અંગે યુવા આર્મી ગ્રુપની બહેનોએ પોલીસ જવાન ભાઈઓ માટે સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આઈપીએસ અધિકારીથી માંડીને પોલીસ કોન્સ્ટેબલ ફરજ માટે પોતાના વતનથી દૂર અહીં આવીને પરિવાર કે તહેવારોની ઉજવણીની પરવા કર્યા વગર સતત પ્રજાની સુરક્ષા માટે તૈનાત રહે છે. ફરજને કારણે રક્ષાબંધને પણ પોતાની બહેન પાસે રાખડી બંધાવવા જઈ શકતા નથી.
માટે યુવા આર્મી ગ્રુપ દ્વારા રક્ષકોની રક્ષા અંતર્ગત આ રક્ષાબંધન પર્વ ‌નુ ઉજવણી મોરબી જિલ્લા પોલીસના ફરજ પર રહેલા જવાનો‌ સાથે કરવામાં આવ્યું હતું. આપણી રક્ષા માટે પોતાના જીવ કે પરિવારની પરવા કર્યા વગર ફરજ બજાવતા આવા વિરલાઓને રાખડી બાંધવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું એ અમારા માટે મોટા ગૌરવની વાત છે. અને એમને રાખડી બાંધ્યા બાદ એમના ચહેરામાં જે ખુશી જોવા મળી તેનો અમને આનંદ છે. તેવુ યુવા આર્મી ‌ગ્રુપના‌ મહિલા દ્વારા જણાવવામાં આવ્યું ‌હતું

(1:23 am IST)