Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

સોમનાથમાં કમળ આકારનું બીજેપીનું કાર્યાલય બનશે

કાર્યાલય નું નામ *સોમ કમલમ* રાખવામાં આવ્યું છે : કાર્યાલય અંદાજે ૭ થી ૮ કરોડ ના ખર્ચે તૈયાર થશે, જેમાં પક્ષના જુદા જુદા હોદ્દેદારો માટેની અલાયદી ચેમ્બર હશે

અમદાવાદ,  તા.૧૦ : ગુજરાત ભારતીય જનતા પાર્ટી રાષ્ટીય કક્ષા એ હમેશા પથ દર્શક રહ્યું છે. સંગઠન શક્તિ,ચૂંટણી જીતવા પેજ પ્રમુખની રણનીતિ કે પછી સમગ્ર સંગઠના તમામ હોદેદારો ને ડીઝીટલ કનેક્ટિવિટી સાથે જોડાવા ટેબ્લેટ નો પ્રયોગ હોય તમામ મોર્ચે ગુજરાત ભાજપ અગ્રેસર છે.હવે ગુજરાત ભાજપ એ દેશમાં પહેલી વખત કમળ આકારનું  જિલ્લા કાર્યાલય બનાવી નવો વિક્રમ સર્જવા જઈ રહ્યું છે.ગુજરાત પ્રદેશ ભાજપના ગિર સોમનાથ જિલ્લાનું કાર્યાલય એ દેશમાં પ્રથમ વખત કમળ આકારનું બનવા જઈ રહ્યું છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે ૯ ઓક્ટોબરના રોજ આ કાર્યાલયના નિર્માણ માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. જિલ્લાના આ કાર્યાલય નું નામ *સોમ કમલમ* રાખવામાં આવ્યું છે.જેનો આકાર એ કમળ જેવો હશે.

કાર્યાલય અંદાજે ૭ થી ૮ કરોડ ના ખર્ચે તૈયાર યશે.જેમાં પક્ષના જુદા જુદા હોદ્દેદારો માટે ની અલાયદી ચેમ્બર ઉપરાંત ઓડિટોરિયમ હોલ,મીટગ રૂમ સહિત ની આધુનિક સુવિધાઓ હશે.

ગીર સોમનાથ જિલ્લાના ભાજપ પ્રમુખ માનસિંહ પરમારે જણાવ્યું હતું કે સમયની જરૂરિયાત પ્રમાણે અમે જિલ્લાના નવા કાર્યાલયનું નિર્માણ કરી રહ્યા છે.ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આ કાર્યાલય નું ભૂમિપુજન કર્યું છે દેશમાં પ્રથમ વખત કમળ આકાર નું ભાજપ નું કાર્યાલય બનવા જઈ રહ્યું છે જેમાં તમામ પ્રકાર ની આધુનિક સુવિધાઓ હશે.

(9:40 pm IST)