Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

મોરબીના કબીર ટેકરી વિસ્તારમાંથી બંદુક સાથે એક સખ્સ ઝડપાયો:

સિંગલ બેરલની બંદુક સાથે એકને માળીયા પોલીસે દબોચ્યો.

મોરબીના કબીર ટેકરી વિસ્તારમાંથી બંદુક સાથે એક સખ્સ ઝડપાયો. તો બીજાને સિંગલ બેરલની બંદુક સાથે માળીયા પોલીસે દબોચ્યો.હતો

મોરબીના કબીર ટેકરી વિસ્તારમાંથી એક શખ્સને હાથ બનાવટની સેમી ઓટોમેટીક પિસ્તાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પી આઈ જે એમ આલની સુચનાથી પીએસઆઈ એસ એમ રાણા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના સિદ્ધરાજભાઈ લોખીલ તથા અરવિંદભાઈ ગદૈચાને બાતમી મળી હતી કે મોરબીના કબીર ટેકરી શેરી-૨ ના નાકા પાસે રોડ પર એક ઇસમ ગેરકાયદેસર હથિયાર સાથે ઉભેલ હોવાની બાતમીના આધારે તપાસ કરત ત્યાંથી આરોપી અસલમભાઈ ઉર્ફે બકરી હુસેનભાઈ કુરેશીને તેના પેન્ટના નેફામાં હાથ બનાવટની સેમી ઓટોમેટીક પિસ્તાલ કીમત રૂ.૧૦,૦૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
તો બીજા નવમા માળિયા મચ્છુ નદીના કાંઠે કબ્રસ્તાનની બાજુમાં વાડીમાં રહેણાંક મકાનમાંથી સિંગલ બેરલની જામગરી બંદુક સાથે એક શખ્સને માળિયા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ તથા સીપીઆઈ પી એચ લખધીરકાના માર્ગદર્શન હેઠળ માળિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના ક્રિપાલસિંહ ચાવડા અને સંજયભાઈ રાઠોડને બાતમી મળી જેના આધારે માળિયા મચ્છુ નદીના કાંઠે કબ્રસ્તાનની બાજુમાં વાડીમાં રહેણાંક મકાનમાં ઇન્દ્રીશભાઈ અયુબભાઇ લધાણીના કબ્જામાંથી ગેરકાયદેસર સિંગલ બેરલ જામગરી બંદુક મળી આવતા આરોપી ઇન્દ્રીશભાઈ લધાણીની ધરપકડ કરી બંદુક કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
માળિયા પોલીસની આ કામગીરીમાં પીએસઆઈ એન એચ ચુડાસમા, ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઈ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમા અને જયપાલભાઈ લાવડીયા સહિતની ટીમે કરેલ છે

(11:06 pm IST)