Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

મોરબીમાં બાઈક શેરીમાં સ્પીડમાં ચલાવવા બાબતે બે પક્ષ વચ્ચે મારામારી: તોડફોડ : સામસામી ફરિયાદ.

મોરબી વાંકાનેર હાઈવે પર વિશાલ ફર્નીચર પાછળ લક્ષ્મી સોસાયટીમાં બાઈક ચલાવવા બાબતે બે પક્ષ વચ્ચે બોલાચાલી થઇ હોય જે બાદ મામલો ઉશકેરાઈ જતા મારામારી થઇ હતી અને ઓફિસમાં તોડફોડ થઇ નુકશાન કર્યાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં બંને પક્ષોએ નોંધાવી છે

મળતી માહિતી મુજબ મોરબીના વિશાલ ફર્નીચર પાછળ આવેલ લક્ષ્મી સોસાયટીમાં રહેતા પરબતભાઈ વિશાભાઈ ડાભી (ઉ.૪૨) મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી કુર્નેશભાઈ સુરેશભાઈ ઝાપડાને સાહેદ રવિ વશરામભાઈ એ મોટર સાઈકલ ફૂલ સ્પીડમાં શેરીમાં નહિ ચલાવવાનું કીધેલ હોય તે બાબતે ઉશ્કેરાઈ જઈ ફરિયાદી પરબતભાઈ ડાભીના ભત્રીજા અમિતભાઈની ટ્રાન્સપોર્ટની ઓફિસે બુલેટ મોટર સાઈકલમાં આવી કુર્નેશે ધોકાથી ઓફિસમાં તોડફોડ કરી પરબતભાઈને ધોકા વડે જમણા પગના પંજામાં મુંઢ માર મારી તેમજ આરોપી સંજયભાઈ ભુપતભાઈ બાંભવાએ પરબતભાઈને પકડી રાખી ઓફિસની દીવાલમાં માથું ભટકાડી ગાળો આપી ઓફિસમાં દરવાજાના કાચ તોડી નાખી નુકશાની કરી હોવાની ફરિયાદ નોંધાવી છે
તો સામાપક્ષે કુર્નેશભાઈ સુરેશભાઈ ઝાપડા (ઉ.૨૦)એ ફરિયાદ નોંધાવી છે કે આરોપી વસાભાઇ ડાભી, અમિતભાઈ વસાભાઇ ડાભી, રવિભાઈ વસાભાઇ ડાભી, પરબતભાઈ ડાભી અને કુલદીપભાઈ ડાભીએ ગેરકાયદેસર મંડળી બનાવી એકસંપ કરી ફરિયાદી કુર્નેશભાઈ સાથે મોટર સાઈકલ ચલાવવા બાબતે થયેલ બોલાચાલીના સમાધાન કરવા બોલાવી આરોપીએ બેફામ ગાળો આપી આરોપીઓએ લાકડી વડે ફરિયાદી કુર્નેશ તથા સાહેદને માર મારેલ હોય તથા હાથમાં રહેલ કળુસાહેદ સંજયભાઈને મારી દીધેલ હોય તેમજ પેન્ટના નેફામાં છરી રાખી આરોપીઓએ ફરિયાદી કુર્નેશભાઈ તથા સાહેદને માર મારી મારી નાખવાની ધમકી આપી લાકડી તથા કળું મારતા ફરિયાદી કુર્નેશને ઈજા થયેલ હોય તેમજ સાહેદ સજંયભાઈને ઈજા થઇ હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી બી ડીવીઝન પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(11:08 pm IST)