Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

મોરબીના આમરણ નજીક એલપીજી ગેસ ભરેલ ટેન્કર પલટી મારી ગયું.

ડાયમંડ નગર આમરણ નજીક આવેલ ક્રિષ્ના જીનિગ પાસે પુલિયા ઉપરથી પલટી મારી ગયું

મોરબીના ડાયમંડનગર આમરણ નજીક એલપીજી ગેસ ભરેલ ટેન્કર પલટી મારી ગયું હતું. જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.

મળતી માહિતી મુજબ જામનગરથી એલપીજી ગેસ ભરી ઉત્તરપ્રદેશ જઈ રહેલા ટેન્કર નંબર UP – 17 – AT – 0735ને સવારે 6 વાગ્યાના અરસામાં ડાયમંડ નગર આમરણ નજીક આવેલ ક્રિષ્ના જીનિગ પાસે પુલિયા ઉપરથી પલટી મારી ગયું હતું.જો કે સદભાગ્યે આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની થયેલ ન હોવાના માહિતી મળી હતી.

(11:22 pm IST)