Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

આપણા પર્વો લોકોમાં નવી ઉર્જાનો સંચાર કરવા ખૂબ જ અગત્યના : ડો. નીમાબેન આચાર્ય

તૃતીય - ચતુર્થ નવરાત્રિના સંગમે કચ્છના માતાના મઢ ખાતે વિધાનસભા અધ્યક્ષની અધ્યક્ષતામાં ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા નવરાત્રી મહાઆરતી મહોત્સવમાં લોકગાયિકા ગીતા રબારીના સૂરે ખેલૈયા ઝૂમી ઊઠયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૧ : માતાના મઢ ખાતે વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યની અધ્યક્ષતામાં ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા નવરાત્રી મહાઆરતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઙ્ગગુજરાત સરકાર દ્વારા નવરાત્રીના પાવન તહેવાર એ નવલા નોરતા હેઠળ નવ દિવસ ગુજરાતમાં આદ્યશકિત માઁ જગદંબાના વિશેષ આસ્થાનો પર નવરાત્રી મહાઆરતી મહોત્સવનું આયોજન ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે જે અન્વયે કચ્છ કલ્યાણીમાં આશાપુરાની અમીદ્રષ્ટિ હેઠળ માતાનામઢ ખાતે તૃતીય અને ચતુર્થ નવરાત્રીના સંગમના પાવન અવસરેઙ્ગ નવરાત્રી મહાઆરતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છી કોયલ ગીતાબેન રબારીએ માતાજીના ગરબાથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. તો ખેલૈયાઓ તાળીઓના તાલે ઝુમી ઉઠ્યા હતા.

ઙ્ગઆ પ્રસંગે ડો. નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં ઉત્સવોનું અનેરું મહત્વ છે. આ ઉત્સવો આપણી અંદર નવી ઉર્જાનો સંચાર કરે છે. માં આશાપુરાના ચરણોમાં વંદન કરતા તેમણે જણાવ્યું હતું કેઙ્ગ માં આશાપુરાએ કોરોનાકાળમાં લોકોની રક્ષા કરી છે એમ દરેક આપદાઓમાં માતાજી સૌની રક્ષા કરે.

ઙ્ગ માતાના મઢ ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, પૂર્વ રાજયમંત્રી તેમજ અંજાર વિસ્તારના ધારાસભ્યશ્રી વાસણભાઈ આહિર, અબડાસાના ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા,ઙ્ગ માતાનામઢ જાગીર ટ્રસ્ટના મહંત રાજાબાવા શ્રી યોગેન્દ્રસિંહજી, માતાનામઢ સરપંચશ્રી સુરેન્દ્રસિંહ જાડેજા, માતાનામઢ જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી પ્રવિણસિંહ વાઢેર તેમજ ખેંગારજી જાડેજા, કચ્છ કલેકટરશ્રી પ્રવિણા ડી. કે., નખત્રાણા પ્રાંત અધિકારીશ્રી મેહુલ બરાસરા તેમજ પ્રવાસન વિભાગના પ્રિયંકાબેન જોશી, જયદીપ શર્મા, સમર્થ ભટ્ટ, કમલેશ જોબનપુત્રા,ઙ્ગ અર્જુનસિંહ જાડેજા તેમજ અન્ય સ્થાનિક અગ્રણીઓ અને અધિકારીઓ તેમજ ખેલૈયા અને ભારતભરમાંથી આવલે માઈ ભકતો અને દર્શનાર્થીઓ કોરોના ગાઇડલાઈન મુજબ ઉપસ્થિત રહ્યા હતા.

(10:34 am IST)