Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

કોરોના કેસ ઘટતા હવે સોમનાથ મહાદેવના દર્શન માટે આજથી પાસ સિસ્‍ટમ બંધ

વેરાવળ - પ્રભાસપાટણ તા. ૧૧ : કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને અને સોશ્‍યલ ડીસ્‍ટસન જળવાઈ એ માટે યાત્રિકોને પાસ લેવુ ફરજીયાત હતુ ત્‍યારે એક વર્ષ અને બે મહિના જેટલો સમય સોમનાથ દર્શન આવતા દર્શનાર્થીઓ માટે પાસ સીસ્‍ટમ અમલમાં મુકવામાં આવી હતી પણ હવે દેશ વિદેશમાંથી આવતા યાત્રિકોને હવે કાઉન્‍ટરમા ઉભા રહી અને પાસ લેવો પડતો હતો જે હવે સોમનાથ ટ્રસ્‍ટ દ્વારા આજે તા. ૧૧ ઓક્‍ટોબરથી સોમનાથ મહાદેવના દર્શન માટે દર્શનાર્થીઓને હવે પાસ નહીં લેવો પડે.
વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર કોરોનાના કપરાં કાળમાં જયારે ૨૦ જુલાઈ ૨૦૨૦ શ્રાવણ માસથી દર્શનાર્થીઓને વીનામુલ્‍યે ઓનલાઈન અને ઓફ લાઇન દર્શન પાસ લઇ ને જ દર્શન માટે પ્રવેશ અપાતો હતો જે હવે કોરોના કાળ હળવો કે મુક્‍ત થતાં આ દર્શન પાસ પ્રથા ૧૧ ઓક્‍ટોબર ૨૦૨૧થી સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. આમ છતાં કોરોના સામેની સાવચેતના પગલાઓ જેવા કે માસ્‍ક પહેરીને દર્શન કરવું દર્શન કરી તુરત જ બહાર નીકળી જવું સેનેટ સ્‍પ્રે સહિતના પગલાંઓ સાવચેતીના ભાગરૂપે ચાલુ રહે છે.

 

(11:06 am IST)