Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

જોડીયામાં ૧૨૫ વર્ષ જુની ૨૨ કિલો ચાંદીની ગરબીના સાનિધ્યમાં રાસની રમઝટ

વાંકાનેર  : જામનગર જિલ્લાના જોડિયાધામમાં બ્રાહ્મણ શેરીમાં ( ૧૨૫ વર્ષ પ્રાચીન ગરબી ) આવેલી છે શ્રી બ્રાહ્મણ શેરી ગરબી મંડળમાં આજે આશરે એકસો પચીસ વર્ષથી આ પ્રાચીન ભારતીય પરંપરાગત આ ગરબીમાં ભાઈઓ શ્રદ્ધા પૂર્વક માતાજી ની આરાધના કરીને માતાજી ના પ્રાચીન ગરબા ભાવ પૂર્વક ગાઇ રહયા છે , શ્રી બ્રાહ્મણ શેરી ગરબી માં ( ૨૨ કિલો ની ચાંદી ની આખી ગરબી ) આવેલ છે આ ગરબીમાં આસો સુદ આઠમ ના ''ઈશ્વર વિવાહ'' ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે થાય છે જે ઈશ્વર વિવાહમાં પોઠીયા ઉપર ભગવાન શિવજી ના સ્વરૂપમાં નીકળે છે જોડિયા માં ઈશ્વર વિવાહ સાંભળવો ઈ એક લ્હાવો છે આ વર્ષ આઠમના તારીખ : ૧૩ / ૧૦ / ૨૧ ને બુધવાર ના રોજ ''ઈશ્વર વિવાહ'' રાખેલ છે નવરાત્રી ના પાવન રૂડા અવસરે શ્રી બ્રાહ્મણ શેરી ગરબી મંડળમાં સહુ ભાઈઓ શ્રદ્ધા પૂર્વક માતાજીની આરાધના કરી માતાજીના ગરબાનુ ગાન કરી રહયા છે જે યાદી શ્રી ભતુભાઇ નકુમ , તેમજ હિતેશ રાચ્છ ની યાદીમાં જણાવાયું છે.

(11:35 am IST)