Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ચાર માસના વિદેશ પ્રવાસ બાદ વ્હોરા ધર્મગુરૂ પરત ફર્યા

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ, તા,.૧૧: દાઉદી વ્હોરા સમાજના પ્રખર માનવતાવાદી ત્રેપનમાં દાઇ (સર્વોચ્ચ ધર્મગુરૂ)ડો.સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદલ સૈફુદીન (ત.ઉ.શ.) ગત મોડી રાત્રે ચાર માસના વિદેશના પ્રવાસ બાદ મુંબઇ ખાતે પરત ફરતા વ્હોરા બિરાદરોમાં અનેરો રૂહાની થનગનાટ ફેલાયો હતો. કોઇ પણ દેશના રાષ્ટ્રપતિ હોય કે બાળક હોય તેની સાથે ડાયરેકટ સંપર્ક ધરાવતા વિશ્વ લોકકલ્યાણકારી નામદાર ડો.સૈયદના સાહેબ ચાર માસ પહેલા દુનિયાના ખુણે ખુણે વસતા તેમના અનુયાયીઓની મદદ માટે ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, નૈરોબી શારજાહ, કેન્યા, ટાંઝાનીયા સહીતના દેશોમાં ગયા હતા ત્યાં જુદા જુદા શહેરોમાં વસતા તેમના અનુયાયીઓને અને જે તે દેશની સરકારોના પ્રતિનિધિઓની મુલાકાત લીધી હતી ને વર્તમાન હાલત પર ચર્ચા કરી હતી. હાલ તેઓ ખંડાલા મુકામે આરામ ફરમાવી રહયા છે. આગામી દિવસોમાં તેઓ દેશના વિવિધ પ્રદેશોના નગરોની મુલાકાત લેશે. અત્યંત વૃધ્ધાવસ્થા હોવા છતા તેમના અનુયાયીઓને મળી તેમને પડતી મુશ્કેલીઓમાં મદદ કરતા રહે છે. તાજેતરમાં જામનગર પુર પીડીતો માટે તેમણે ખાસ મદદ કરી હતી.

(11:37 am IST)