Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

રાવલની યુવતી વિશે બિભત્સ લખાણ વાયરલ કરવા સબબ યુવાન સામે ફરીયાદ

જામખંભાળિયા, તા.૧૧: કલ્યાણપુર તાલુકાના રાવલ ગામની મૂળ વતની એવી ૨૩ વર્ષીય યુવતી વિશે પોતાની ઓળખ છુપાવી અને છેલ્લા સાતેક માસ દરમિયાન બોગસ આઇ-ડી મારફતે અશોભનીય અને બિભત્સ લખાણ વાયરલ કરવામાં આવતું હતું. જે સંદર્ભે સામાજિક રીતે બદનામ કરવા બદલ યુવતીની ફરીયાદ પરથી કલ્યાણપુર પોલીસે આઇ.ટી.એકટ મુજબ ગુનો નોંધી, આ પ્રકરણમાં સંડોવાયેલા મનાતા કલ્યાણપુર પોલીસે આઇ.ટી. એકટ મુજબ ગુનો નોંધી, આ પ્રકરણમાં સંડોવાયેલા મનાતા કલ્યાણપુર પોલીસે આઇ.ટી.એકટ મુજબ ગુનો નોંધી, આ પ્રકરણમાં સંડોવાયેલા મનાતા કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના રહીશ મેહુલ ભીમાભાઇ જાદવ નામના યુવાન સામે ધોરણસર ગુનો નોંધ્યો છે. આ પ્રકરણની આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઇ.બી.એચ. ટાટામીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

દ્વારકામાં બે હોટેલ સંચાલકો સામે ગુનો

દ્વારકા તાબેના મીઠાપુર ખાતે રહેતા લખુભા બુધાભા વાઘેલા નામના ૨૭ વર્ષના હિન્દુ વાધેર યુવાને પોતાની દેખરેખ હેઠળની અને દ્વારકામાં ભથાણ ચોક વિસ્તારમાં આવેલી એક હોટલમાં બહારથી આવતા યાત્રિકોને નિયમ મુજબ પથિક સોફટવેર પર ઓનલાઇન એન્ટ્રી કરી ન હતી.

આ જ રીતે દ્વારકાની હોટલ રાજમંદિરમાં પણ પથિક સોફટવેરમાં નિયમ મુજબ યાત્રિકોની એન્ટ્રી ન કરતા જયેશ હરગોવિંદભાઇ શ્રીમાળી નામના ૨૬ વર્ષના યુવાન મળી ઉપરોકત બંને આસામીઓ સામે સ્થાનિક પોલીસમાં જાહેરનામા ભંગની કલમ ૧૮૮ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

ભાટીયામાં રખડતો ભટકતો ઝડપાયો

ભાટીયા ગામે રહેતા અરવિંદ બાબુભાઇ રાઠોડ નામના ૩૦ વર્ષના યુવાનને મોડી રાત્રીના સમયે લપાતો-છુપાતો શંકાસ્પદ હાલતમાં સ્થાનિક પોલીસે ઝડપી લઇ, જી.પી.એકટની કલમ ૧૨૨ (સી) મુજબ ગુનો નોંધ્યો છે.

દ્વારકામાં પીધેલો બાઇક ચાલક ઝડપાયો

દ્વારકા તાલુકાના ગોરીંજા ગામે રહેતા વેરાભા પુબાભા સુમાણી નામના ૨૩ વર્ષના હિન્દુ વાધેર યુવાનને સ્થાનિક પોલીસે પટેલ સમાજ સામેના રોડ પરથી રાત્રિના સમયે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા વીસ હજારની કિંમતના મોટરસાયકલ પર નીકળતા ઝડપી લઇ, તેની સામે કલમ ૧૮૫ મુજબ ગુનો નોંધ્યો છે.

(11:37 am IST)