Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

વીરપુરમાં મગફળીના પાકને ભારે નુકસાન

વીરપુર,તા. ૧૧:સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ વાવેલા કપાસ,મગફળી, સોયાબીન સહિતના પાકો ભાદરવા માસમાં પાછોતરા વરસાદને લઈને પાકો સડી તેમજ નિષ્ફળ જવા પામ્યા છે ત્યારે યાત્રાધામ વીરપુરમાં તો ભાદરવા માસના પાછોતરા વરસાદને કારણે અતિવૃષ્ટિ,લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી,પરંતુ છેલ્લા એક અઠવાડિયા જેવી વરાપ નીકળતા ખેડૂતોને બગડેલા ફરીથી સારા થવાની આશા બંધાણી હતી.

જેમને લઈને ખેડૂતોએ પાક ઉપર આવેલ મગફળીના પાકને લણવાની શરૂઆત કરી હતી અને મગફળીના પાકના પાથરા પોતાન ખેતરમાં કર્યા હતા પરંતુ છેલ્લા બે,ત્રણ દિવસ થયા નવરાત્રીના પહેલા તેમજ બીજા દિવસે વીરપુર પંથકમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને ભારે વરસાદ વરસ્યો હતો જેમને લઈને ખેડૂતોએ પાક ઊપર આવેલ મગફળીના પાકને લણવાની શરૂઆતમાં જ મગફળીના પાકના પાથરા વરસાદી પાણીમાં પલળી ગયા હતા અને ખેતરોમા વરસાદી પાણી ભરાયા હતા જેમને લઈને મગફળીનો પાક સંપૂર્ણ પણે નિષ્ફળ જવાની દહેશત સર્જાઈ છે,વીરપુર પંથકના ખેડૂતોએ જણાવ્યું હતું કે છેલ્લા દ્યણા દિવસ થી વરાપ નીકળતા મગફળીનો પાક લણવા માટે પોતાના ખેતરોમાં પાથરા કર્યા હતા પરંતુ છેલ્લા બે ત્રણ દિવસ વરસાદને લઈને મગફળીના પાથરા પલળી ગયા હતા જેમને કારણે મગફળીનો સંપૂર્ણ પાક સડી જઈ નિષ્ફળ જાય તેમ છે મગફળી વરસાદિ પાણીમાં પલળતા પશુઓ માટે નિરણ કે ચારો પણ મેળવી શકાય તેમ નથી અને વિધે ૨૦ મણ જેટલો પાકનો ઉતારો આવવાની આશા હતી પરંતુ હવે તે પાક માંથી માંડ બે કે ચાર મણ હાથમાં આવે તેમ છે,વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ખેડૂતોના પાકનો સર્વે અત્યારે રાજકોટ જિલ્લામાં ૯૫% જેટલો થઈ ગયો છે પરંતુ વીરપુર પંથકમાં કોઈ સરકારી અધિકારીઓઙ્ગ કોઈપણ જાતનો પાકનો સર્વે કરવા હજુ સુધી ડોકાયા નથી કે આવ્યા પણ નથી માટે સરકાર સત્વરે ખેડૂતોના નિષ્ફળ ગયેલા પાકોનું સર્વે કરાવી તાત્કાલીક ખેડૂતોને સહાય ચૂકવે તેવી માંગ કરી રહ્યા છે.

(1:07 pm IST)