Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ગડુની વિદ્યાર્થીની પરનાં દુષ્કર્મ મામલે બે શખ્સોને ઉઠાવી લેતી પોલીસ

શિક્ષક સહિત અન્ય શખ્સની શોધખોળ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૧ :  ચોરવાડનાં ગડુની એક વિદ્યાર્થીની પરનાં દુષ્કર્મ મામલે બે શખ્સોને પોલીસે ઉઠાવી લીધા હોવાનું અને શિક્ષક તેમજ અન્ય એક શખ્સોની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

ચોરવાડના ગડુ ખાતે રહેતી ૧૭ વર્ષીય સગીરા સ્થાનિક જે.એન. ચારીયા સ્કુલમાં ધો. ૮માં અભ્યાસ કરતી હતી ત્યારે તેનાં શિક્ષક પ્રવીણ સેવરાએ તેણીને અડપલા કરી રૂબરૂ તેમજ ફોન પર અવારનવાર બદકામ કરવા માંગણી કરી હતી.

તેમજ દોઢ વર્ષ અગાઉ કેશોદ સમિત ગોસ્વામીએ તેના ઘરેથી ખોરાસાની સીમમાં અને કેશોદ નજીકની હોટલમાં લઇ જઇ તરૂણી પર ચારેક વખત દુષ્કર્મ ગુજાર્યુ હતું.

તેમજ ગડુનો મુસ્તાક મુસા લાખાએ ચારેક માસ અગાઉ તરૂણીનાં ઘરે અને શેરીમાં નવા બનતા મકાનમાં દુષ્કર્મ આચાર્યુ હતું.

ઉપરાંત કાણેક ગામનો પ્રોમીસ ભગવાન ચુડાસમાને ગત તા. ૭-૧૦ નાં રોજ તરૂણીને સ્કુટર પર વેરાવળ સોમનાથ તેમજ ખોરાસા ખાતે એક ફાર્મમાં લઇ દુષ્કર્મ ગુજાર્યુ હતું.

આ મતલબની તરૂણીની ફરીયાદના આધારે એસ.પી.એલ. તેમ વાસમ શેરીની સુચનાની તાત્કાલીક તપાસ હાથ ધરવમાં આવી હતી.

તપાસનીશ માંગરોળના સીપીઆઇ એસ.એન. ગોહિલે બે શખસોને ઉઠાવી લઇ તેના કોવિડ ટેસ્ટની તજવીજ હાથ ધરી છે.

(1:10 pm IST)