Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ટંકારામાં એમ.ડી.સોસાયટીમાં ૪૦ વર્ષથી ગરબી : ત્રણ પેઢીના લોકો રમે છે રાસે

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા,તા. ૧૧: ટંકારામાં એમ.ડી. સોસાયટીમાં ૪૦ વર્ષથી ગરબી લેવામાં આવે છે ત્રણ પેઢીના લોકોઙ્ગ રાસ રમે છે.

ટંકારામાં આ વર્ષે કોરોના ના ગાઈડલાઈન્સ મુજબ સાદાઈથી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાય છે. ટંકારામાંઙ્ગ રાજબાઈ ગરબી મંડળ દ્વારા બેઠી ગરબીઙ્ગ યોજાયેલ છે બધી ગરબીઓમાંઙ્ગ બાળાઓ ના રાસ લેવાય છે.

ઙ્ગટંકારામાં એમ.ડી. સોસાયટીમાં છેલ્લા ૪૦ વર્ષથી ગરબી લેવાઈ છે તેમાં ૬૦ થી ૭૫ વર્ષના વડીલો બહેનો રાસ રમે છે. કેશુભાઈ જીવાણી, કેશુભાઈ મેવા, કે. એમ. ભાગીયા રવજીભાઈઙ્ગ સંઘાણી, અશ્વિનભાઈ કટારીયા, કે. કે. મેરજા વિગેરે રાસ ગવરાવે છે .

ઙ્ગબીજી પેઢીના યુવાનો ચેતનભાઇ ભાગ્યા હિતેશભાઈ મેવાઙ્ગ ગુણુભાઇ ઢેઢી, વિશાલ રાજપરા, પરાગભાઇ બોડા, મેહુલ ભાઈ સંઘાણી, જીતુભાઈ અઘારા , હરેશભાઈ ભાડજા, હાર્દિકભાઈ નંદાસણા વિગેરે ગરબીનું સંચાલન કરે છે.

ત્રીજી પેઢીના યુવાનો મિત મેવા, નયન મેવા, સુરેશભાઈ પરમાર, અમરશીભાઈ મેંદપરા, અમૃતભાઈ ઢેઢી ઢોલ તબલા ,મંજીરા ડી જે.વગાડે છે ત્રણે પેઢીનાં લોકો રાસ રમે છેઙ્ગ

દર વર્ષેઙ્ગ ગરબીમાં યોજાતો નાસ્તા પાણી નો કાર્યક્રમ આ વર્ષે બંધ છે. ફકત બાળાઓને બિસ્કીટ વેફર જેવો નાસ્તો આપવામાં આવે છે

આ વર્ષે નવલા નોરતામાં આદ્યશકિતની આરાધના સાદાઇ છે થઈ રહેલ છે.બાળાઓ તથા મહિલાઓ ભારે ઉત્સાહપૂર્વક ગરબે રમે છે.

(1:10 pm IST)