Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

મોરબી જીલ્લાના ૧૮ પોલીસ કર્મીની આંતરિક બદલી : ૫ને સસ્પેન્ડ કરતા ખળભળાટ !!

પોલીસ વડાએ પી.આઇ. પી.એસ.આઇ બાદ પોલીસ કર્મીની બદલીનો ધાણવો કાઢ્યો

 (પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૧૧: રેન્જ આઈજીની મોરબી જિલ્લામાં વિઝીટ બાદ જિલ્લા પોલીસવડા ઓડેદરા દ્વારા પોલીસ કર્મચારીઓ અને પીઆઇ તેમજ પીએસઆઇની બદલી કરવા હુકમ કર્યો છે તો સાથો સાથ હળવદ પોલીસ મથકમાં ફરજ બજાવતા પાંચ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવા હુકમ કરતા ચકચાર મચી જવા પામી છે.જેમાં હળવદ પોલીસ મથકમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ પોલીસ કર્મચારીમાં વીનેશભાઈ ખરાડી, વિક્રમભાઈ સિહોરા, જયપાલસિંહ ઝાલા, યોગેશદાન ગઢવી અને હરપાલસિંહ રાઠોડને સસ્પેન્ડ કરવા આદેશ કર્યો છે.

તેમજ જીલ્લામાં આંતિક બદલી થયેલ પોલીસ કર્મચારીઓમાં હળવદ પોલીસ મથકમાંથી અરવિંદભાઈ માવજીભાઈ જાપડીયાની મોરબ એ ડીવીઝન, યોગેશદાન ગઢવીની વાંકાનેર તાલુકા પોલીસ મથક, મુમાંભાઈ ગોવિંદભાઈ કલોત્રાની ટંકારા પોલીસ મથક, કિશોરભાઈ ઘેલાભાઈ પારધીની મોરબી એ ડીવીઝન(બિન સવેદનશીલ), ગીરીશભાઈ પરબતસંગ ટાપરીયાની મોરબી એ ડીવીઝન, દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલાને વાંકાનેર તાલુકા પોલીસ મથક અને ચંદુલાલ મધુભાઈ ઇન્દ્રિયાને ટંકારા પોલીસ મથક ખાતે બદલી કરવામાં આવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસમથક બદલી થયેલ પોલીસ કર્મચારીઓમાં સંજયભાઈ કાનાભાઈ બાલાસરાને માળિયા(મી), ભાનુભાઈ પોલાભાઈ બાલાસરાને માળિયા(મી), સમરથસિહ જામભા ઝાલાને માળિયા(મી) અને ભરતભાઈ સવાભાઇ હુંબલને વાંકાનેર તાલુકા ખાતે બદલી કરવામાં આવી છે તેમજ મોરબી બી ડીવીઝન પોલીસમાંથી બદલી થયેલ પોલીસ કર્મચારીઓમાં રાજેશકુમાર નરસંગભાઈ ડાંગરને ટંકારા, પ્રકાશભાઈ પ્રભાતભાઈ ડાંગરને ટંકારા, ગોરધનભાઈ કલાભાઈ રાઠોડને વાંકાનેર સીટી ખાતે બદલી કરવામાં આવી છે તથા મોરબી તાલુકા પોલીસ મથકમાંથી સંજયભાઈ મનજીભાઈ લકુમને મોરબી બી ડીવીઝન ખાતે બદલી કરવામાં આવી છે.

તો મોરબી પેરોલ ફર્લો સ્કવોડમાંથી જયવંતસિંહ નારણસિંહ ગોહિલ અને ભરતકુમાર પરબતભાઈ મિયાત્રાને પોલીસ હેડ કવાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે.મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા બદલીનો ગંજીપો ચીપ્વામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

(1:14 pm IST)