Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

જુનાગઢમાં ૧.૫૬ કરોડની છેતરપીંડી પ્રકરણમાં કલકત્તાથી ૨ ઝડપાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૧: સને ૨૦૧૯ ના ફેબ્રુઆરીથી એપ્રિલ માસ દરમિયાન જૂનાગઢ શહેરના છાયા બજાર વિસ્તારમાં, હરિ ક્રિષ્ના નામની સોની કામની દુકાન ધરાવતા અને ગંધરપવાડા ખાતે માઈનેસ્ટ એપાર્ટમેન્ટ ખાતે રહેતા, ફરિયાદી દિપુભાઈ ખુદીરામ બેરા બંગાળી ઉવ. ૪૮ કે જેઓ મૂળ ખાંજાપુર જી. મેદનીપુર પશ્યિમ બંગાળના રહેવાસી છે, તેઓને આરોપીઓ  કેસ્ટો દાસ તથા આરોપી સમ્રાટ અધિકારી રહે. કલકતાએ સોનાનો ધંધો કરી, નફો કરાવી આપવાની લાલચ આપી, રોકડ રકમ તથા સોનાના દાગીના મળી, કુલ રૂ. ૧,૫૬,૨૬,૦૦૦/- ની છેતરપિંડી વિશ્વાસદ્યાત કરવામાં આવતા, ફરિયાદી દિપુભાઈ ખુદીરામ બેરા બંગાળીએ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવતા, એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડી/વિશ્વાસદ્યાતનો ગુન્હો નોંધી, પી.આઇ. એમ.એમ.વાઢેર તથા પીએસઆઇ એ.કે.પરમાર તેમજ સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા નવા આવેલ ર્ંજિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેર્ટ્ટીં દ્વારા ર્ંમિલકત વિરુદ્ઘના ગુન્હાઓ શોધી કાઢી, આ પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે સુચનાઓર્ં કરવામાં આવેલ છે.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ.વાઢેર, પીએસઆઇ એ.કે.પરમાર, એ.બી.દત્ત્।ા, ડી સ્ટાફના એ.એસ.આઇ. એમ.ડી. માડમ, વિક્રમસિંહ, મોહસીનભાઈ, દિનેશભાઈ, સંજયભાઈ, પ્રવીણભાઈ, નારણભાઈ તથા કરાઈમ બ્રાન્ચના પીઆઇ એચ.આઈ.ભાટી, પીએસઆઇ ડી.એમ.જલું, હે.કો. દીપકભાઈ, દિવ્યેશભાઈ સહિતની ટીમ દ્વારા ગુન્હો બન્યા બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, ટેકિનકલ સોર્સ દ્વારા માહિતી મેળવી, આ ગુન્હામાં સંડોવાયેલ બંને આરોપીઓ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનની તથા ક્રાઈમબ્રાન્ચની સંયુકત ટીમને કલકતા ખાતે મોકલી, ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી, એ.ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં સંડોવાયેલ આરોપીઓનું પગેરું દબાવી, મળેલ બાતમી આધારે  ર્ંઆરોપીઓ (૧) કેસ્ટો મનટુચંદ્રા દાસ ઉવ. ૨૨ રહે. ઇન્દીરાનગર, પરગનાજ પશ્યિમ બંગાળ તથા (૨) સમ્રાટ આનંદા અધિકારી ઉવ. ૨૫ રહે. મહેલીપરા, મછાલંદપુર પશ્ચિમ બંગાળને પશ્ચિમ બંગાળના ર્ંકલકતા ખાતેથી પકડી પાડી, ધરપકર્ડં કરવામાં આવેલ હતી.

પકડાયેલ આરોપીઓ હોલસેલમાં સોનાનો બિઝનેશ કરવાની લાલચ આપી, શરૂઆતમાં નફો થાયેલાનું જણાવી, અમુક રકમ નફા તરીકે પરત આપી, બાદમાં ફરિયાદી પાસેથી માતબર રકમ લઈને, રફુચક્કર થઈ, છેતરપિંડી, વિશ્વાસદ્યાતના ગુન્હાઓ આચરવાની મોડસ ઓપરેર્ન્ડીં ધરાવતા હોય, તેઓ બંનેની ધરપકડ કરી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ દ્વારા પકડાયેલ આરોપીઓની માતબર રકમની રિકવરી માટે નામદાર કોર્ટમાં રજૂ કરી, પોલીસ રિમાન્ડ ઉપર મેળવી, ફરિયાદીએ આપેલ રોકડ રકમ તથા સોનું કયા રોકાણ કરેલ છે..? આ પ્રકારના કોઈ બીજા ગુન્હાઓ આચારેલા છે કે કેમ...? આ મોડસ ઓપરેન્ડી થી કરેલા કોઈ બીજા ગુન્હાઓમાં વોન્ટેડ છે કે કેમ..?   વિગેરે બાબતે પૂછપરછ કરી, વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ.વાઢેર, પીએસઆઇ એ.કે.પરમાર તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

(1:26 pm IST)