Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

કચ્છના મુંદ્રા અદાણી પોર્ટ ઉપર ગેરકાયદેસર ડ્રગ્સના કાર્ગોના કારણે ઍડવાઇઝરી જાહેરઃ અફઘાનિસ્તાન-પાકિસ્તાન અને ઇરાનના જહાજ કન્ટેનરને આવવા ઉપર પ્રતિબંધ

ગેરકાયદે ડ્રગ્સ ઝડપાયા બાદ મુંદ્રા અદાણી પોર્ટમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબુત

ભુજ: 16 સપ્ટેમ્બરના રોજ મુંદ્રા પોર્ટ પરથી મળી આવેલા ડ્રગ્સ મામલે તાલિબાન અને આઇએસઆઇનું કનેક્શન સામે આવ્યું હતું. આ મામલે દિલ્હીથી અફઘાની નાગરિક સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે. એવામાં એનઆઇએ તપાસ કરી રહી છે. ત્યારે મુન્દ્રા અદાણી પોર્ટ પર બિઝનેસ એડવાઝરી જાહેર કરવામાં આવી છે.

મુન્દ્રા અદાણી પોર્ટની એડવાઇઝરી મુજબ અફઘાન, પાકિસ્તાન અને ઈરાનના જહાજ કન્ટેનર હવે આવી શકશે નહી. મુન્દ્રા પોર્ટ પર ગેરકાયદેસર ડ્રગ્સના કાર્ગો ના કારણે એડવાઇઝરી જાહેર કરાઇ છે. 15 ઓકટોબર થી 3 દેશ પર ના જહાજ પર પાબંદી લગાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, મુન્દ્રા પોર્ટ  પરથી 3 હજાર કિલો હેરોઈન કેસમાં DRI એ ટેલ્ક સ્ટોનના નામે માલ મંગાવનાર આયાતકાર પેઢીના સંચાલક દંપત્તિના ૧૦ દિવસના રીમાન્ડ મેળવ્યા છે. આરોપી મચવરમ્ સુધાકર અને તેની પત્ની આજે ભુજની સ્પેશિયલ NDPS કોર્ટમાં પાલારાથી વિડિયો કોન્ફરન્સ મારફતે રજૂ કરાયાં હતા. આરોપી દંપતી તમિલનાડુના ચેન્નાઈનું રહીશ છે.

દંપતી આંધ્રપ્રદેશના વિજયવાડામાં આશી ટ્રેડિંગ કંપનીના નામે પેઢી ધરાવે છે. આ પેઢીના નામે તેમણે અફઘાનિસ્તાનથી સેમી પ્રોસેસ્ડ ટેલ્ક સ્ટોનનો જથ્થો મુંદરા પોર્ટ મગાવ્યો હતો. જો કે, તેમાં હેરોઈન હોવાની બાતમી મળતાં DRIએ ખાસ ઓપરેશન હાથ ધરી સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરી અત્યાર સુધીનો હેરોઈનનો વિશ્વનો સૌથી વિશાળ જથ્થો સીઝ કર્યો છે.

(4:52 pm IST)