Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે કચ્છમાં પોલીસ દ્વારા સ્કૂલ બેન્ડ સ્પર્ધા યોજાઇ

કચ્છની અનેક શાળાઓની બેન્ડ ટીમે ભાગ લીધો : ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ સ્પર્ધામાં પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંહ હાજર રહ્યા

ભુજ :  આજે રાષ્ટ્રીય એકતા દિવસ અનુસંધાને અનેક જગ્યાઓએ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. કચ્છમાં પણ પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગ દ્વારા સ્કૂલ બેન્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કચ્છની અનેક શાળાઓની બેન્ડ ટીમે ભાગ લીધો હતો. ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંહ હાજર રહ્યા હતા.

(10:14 pm IST)