Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

છેલ્લા ૯ માસમાં મોરબી માળિયા (મી) માટે ૬૫૦ કરોડના કામ લાવ્યો :એ માત્ર ટ્રેલર હતું, ફિલ્મ હવે સરું થશે: મંત્રી બ્રિજેશભાઈ મેરજા

મોરબી પાલિકાના પવડી ચેરમેન દેવાભાઇ અવાડિયા પરિવાર દ્વારા ધર્મસૃષ્ટી સોસાયટી ખાતે મંત્રી મેરજાનુ અદકેરું સન્માન.

મોરબી નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલ પાલિકામાં પવડીના ચેરમેન દેવાભાઇ અવાડિયા દ્રારા ધર્મસૃષ્ટિ સોસાયટી ખાતે રાજ્યના મંત્રી બ્રિજેશ ભાઇ મેરજાના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી ભાઇ દેથરિયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારિયા, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા, ઉપપ્રમુખ નિર્મલભાઈ જારિયા, હસુભાઈ પંડ્યા, અનિલભાઈ મહેતા, શહેર ભાજપ મહામંત્રી સર્વેશ્રી  ભાવેશભાઈ કંજારિયા, રિશિપભાઈ કૈલા, જિલ્લા ભાજપ મહિલા પ્રમુખ સંગીતાબેન ભીમાણી, જામનગર જિલ્લાકિસાનસંઘ પ્રભારી ચંદુભાઇ હુંબલ, પાલીકા કારોબારીઅધ્યક્ષ સુરેશભાઈ દેસાઈ, કે. કે. પરમાર, પ્રભાતભાઈ આહીર, ઉગાભાઈ રાઠોડ, ભરતભાઈ જારીયા, પાલિકાના તમામ ચુંટાયેલા સભ્યો,જિલ્લા, શહેર યુવા ભાજપના હોદેદરો, કાર્યકરો શાસ્ત્રી નીખીલભાઈ તેમજ બહોળી સંખ્યામાં ધર્મસૃષ્ટિ સોસાયટીના રહીશો સહિત દેવાભાઇ અવાડિયા પરિવારનાં સભ્યો એ મંત્રી મેરજાનુ ઉમળકાભેર સ્વાગત સન્માન કર્યું હતું.
     બ્રિજેશભાઇ આપણા પોતાનાં છે અને આપણી મોરબી વાશીઓની અપેક્ષાઓ પુરીકરવામા ક્યારેય પાછીપાની નહી કરે તેવો વિશ્વાસ વ્યકતકર્યો હતોજયરાજસિંહ જાડેજાએ તો ચંદુભાઇ હુંબલ અને હસુભાઈ પંડ્યા મેરજા સાથેના બાળ સંસ્મરણો વાગોળ્યા હતા.
પોતાનાં અદકેરા સન્માનનો પ્રતિભાવ આપતા મંત્રી મેરજાએ પોતાને સન્માનિત કરી ધારાસભ્યપદ પર બેસાડી મંત્રીપદ સુધી પહોંચાડવામાં માત્રને માત્ર આપ સહુ, મોરબી માળિયા (મી) ના પ્રજનોના આશિર્વાદ આપવા બદલ આભાર વ્યકત કર્યો હતો.
વધુમા તેમને ઉમેર્યુ હતું કે, આપે મારા પર મુકેલ વિશ્વાસ બદલ આપને ક્યારેય નીચાજોણું થાય તેવુ કોઈ કામ હું નહી કરું. હું મારા મોરબીને વિકાસની હરણફાળ સાથે ગજવિશ પણ હુ કયારેય મોરબીને લજવિશ નહી.
હુ કામનો માણસ છુ, આપે મને કામ કરવા મોકલ્યો છે. ધારાસભ્ય તરીકે કામતો કરતોજ હતો. હું  ૯ માસના સમયગાળામાં ૬૫૦ કરોડથી વધુના મોરબી વિકાસના કામો લઇ આવવામાં સફલ રહ્યો, અને એ તો માત્ર ટ્રેલર હતું સાચી ફિલ્મ તો હવે સરું થાયછે. આપની કલ્પનામાં પણ ના હોય, અને આપ માંગતા થાકી જાવ તેટલા વિકાસના કામો આ માદરે વતન મોરબીમાં કરવા માટે હું તો દીવસ રાત એક કરીશ જ પણ સાથો સાથ સરકારશ્રી ના પણ મારા પર અને મોરબી પર સવિશેષ આશિર્વાદ મળતા રહેશે તેનો મને વિશ્વાસ છે.
આ તકે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ ના ડ્રીમ પ્રોજેક્ટ એવા કૌશલ્ય યોજના, સ્કીલ ડેવલોપમેન્ટ વિધેયક કેવી રીતે વિપક્ષોને સહમતી સાથે બહુમતીથી વિધાનસભામાં મંજૂર કરાવ્યું તે વર્ણવ્યું હતું. તો દુર્લભજીભાઈ દેથરીયા એ બ્રિજેશ ભાઈ વહીવટી કામના વરસોનાં અનુભવને મોરબીના વિકાસમાં ઉપયોગ કરી મોરબીમાં પ્રાથમિક જરૂરિયાતથી માંડી વિકાસની તમામ કડીઓ જોડશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. આભારવિધિ દેવાભાઇ અવાડિયાએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન શાસ્ત્રી હસુભાઈ પંડ્યાએ કર્યું હતું.

(10:52 pm IST)